
પટના હાઈકોર્ટે અગત્યનો ચુકાદો આપતા જણાવ્યુ છે કે કોઈપણ કંપની બળજબરી ના કરી શકે.
ઘણા ગ્રાહકો એવા હોય છે જે બેન્કો પાસેથી લોન લઈને પોતાની કાર કે બાઈક ખરીદે છે અને પછી અમૂકવાર કોઈ કારણસર લોન ભરપાઈ કરી શકતા નથી, આવા કિસ્સાઓમાં બેંક તેના એજન્ટોને મોકલીને લોનની રકમ વસૂલ કરે છે અને ગ્રાહકો પાસેથી વાહન જપ્ત કરી લે છે. આવા જ એક કેસમાં પટના હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. કેસમાં ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું કે બળજબરીથી ગાડી ખેંચી જવી કોઈના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. કોઈપણ કંપનીને બળજબરી કરવાનો અધિકાર નથી.
બળજબરી કરનાર ઉપર થઈ શકે છે FIR
કેસનો ચુકાદો આપતા પટના હાઈકોર્ટે કહ્યું છે કે લોન ભરપાઈ ન કરનારા વાહન માલિકો પાસેથી બળજબરીથી વાહનો જપ્ત કરવા ગેરકાયદેસર છે. આ બંધારણના જીવન અને આજીવિકાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. આવી ધમકીભર્યા પગલાં સામે કાયદેસર પગલાં લઈને એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ સિવાય પટના હાઈકોર્ટે કહ્યું કે, સિક્યોરિટાઈઝેશનની જોગવાઈઓનું પાલન કરીને વાહન લોનની વસૂલી કરી શકાય છે. પટના હાઇકોર્ટના જસ્ટિસ રાજીવ રંજન પ્રસાદની સિંગલ બેન્ચે રિટ પિટિશનની એક બેચનો નિકાલ કરતી વખતે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ પર બળજબરીથી ગીરવે મૂકેલા વાહનો (બંદૂકની અણીએ પણ) જપ્ત કરવા બદલ ઝાટકણી કાઢી હતી. પટના કોર્ટે બિહારના તમામ પોલીસ અધિક્ષકોને નિર્દેશ આપ્યો છે કે તેઓ સુનિશ્ચિત કરે કે કોઈ પણ ગેરવસૂલી એજન્ટ દ્વારા કોઈ પણ વાહનને બળજબરીથી કબજે કરવામાં આવશે નહીં.
કોર્ટે ફટકાર્યો 50,000નો દંડ
કોર્ટે 19 મેના રોજ વસૂલી એજન્ટો દ્વારા બળજબરીથી વાહનો જપ્ત કરવાના પાંચ કેસોની સુનાવણી દરમિયાન આ ચુકાદો સંભળાવ્યો હતો. દરેક ભૂલ કરનાર બેંકો/નાણાકીય કંપનીઓને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોતાના 50 પાનાના ચુકાદામાં જસ્ટિસ રંજને સુપ્રીમ કોર્ટના 25 વધુ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં દક્ષિણ આફ્રિકાના એક નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ રીતે બળજબરીપૂર્વક ધાકધમકીથી વાહન જપ્ત કરવું કેટલું યોગ્ય?
- બે રાજપૂત ભાઈઓએ 171 વીઘા જમીન ગૌચરમાં આપી દીધી,ઓફિસે જઈને દસ્તાવેજ આપી દીધા
- GIFT CITY: આરબીઆઇ એ GIFT Cityમાં NRI ને ફોરેન કરન્સીમાં અકાઉન્ટસ ખોલવાની મંજૂરી આપી
- વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિન.) યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓ
- જમ્મુમાં પોલીસ-સેનાના જવાનો વચ્ચે ઝપાઝપી, ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સામે હત્યાના પ્રયાસનો ગુનો
- 55 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની સેવા કરી રહ્યા છે
- શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે?
- કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ થઈ શકે છે,ભુતપૂર્વ મુખ્યમંત્રી અને મોટા ગજાના કોંગી નેતા કમલનાથ ‘કમળ’ સાથે જોડાઈ શકે છે
- દિલ્લી જનારા ખેડૂતો માટે સરકાર આકરા પાણીએ,સિંધુ બોર્ડર પર બહેરા કરી નાખે એવું મશીન લગાવ્યું
- આટલા ઘરગથ્થુ ઉપચાર કરો એટલે આપોઆપ કાનમાંથી મેલ નીકળી જશે
- BIG BREAKING….29 ફેબ્રુઆરી પછી પણ બંધ નહીં થાય Paytm એપ, RBIએ આપ્યું આ મોટું અપડેટ
- શું IAS અને IPS ના બાળકોને પણ અનામત મળતું રહેવું જોઈએ? દલિત જજે પૂછ્યો સવાલ
- ભારતીય મૂળના આ જજ નક્કી કરશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે કે નહીં?
- હવે પેપર ફોડનારાઓનું આવી બન્યું સરકારે બનાવ્યો કડક કાયદો,પણ આ પરીક્ષાઓ પર લાગુ નહીં પડે આ કાયદો
- થોડા સ્વાર્થી થાઓ અને આ 7 આદતો અપનાવો..
- યુનિવર્સિટી ના કરી શકે માનહાનીનો કેસ..કેજરીવાલની દલીલ પર હાઇકોર્ટે શું કહ્યું?