આજે પણ જો વરસાદ પડે તો કોણ બનશે ચેમ્પિયન? વરસાદ કોને કરાવશે ફાયદો?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની છે. પરંતુ મેચ શરૂ થતાં પહેલા જ વરસાદ શરૂ થયો ગયો છે. વરસાદને કારણે હજુ ટોસ થઈ શક્યો નથી. આથી મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો આ રીતે ભારે વરસાદ ચાલુ રહેશે તો IPL મેન્યુયલમાં આને લઈને કેટલાક નિયમો છે. જો મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. .

courtesy – ipl

અમદાવાદમાં વરસાદના કારણે ટોસ મોડો થઈ શકે છે. IPLની ફાઈનલ મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માટે જો વરસાદ ચાલુ રહે તો IPLએ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. જો વરસાદ બંધ થશે તો 9.40 વાગ્યા સુધીમાં રમત શરૂ કરી શકાય છે અને ઓવર ઓછી કરવામાં આવશે નહીં. પરંતુ પછી પણ વરસાદ ચાલુ રહે તો પછી ઓવરો કાપવામાં આવશે. જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર ન રમાય તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ સોમવારે રમાશે.

CREDIT – IPL

જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો શું થશે?

IPLના નિયમો અનુસાર ફાઇનલના દિવસે જો વરસાદ પડે તો રિઝર્વ ડે રાખવામા આવે છે પરંતુ જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો સુપર ઓવર રમાડીને વિજેતા નક્કી કરવામાં આવશે. વધારે વરસાદના લીધે જો સુપર ઓવર પણ ન રમાડી શકાય તો ગુજરાત ટાઈટન્સ પોઇંટ્સ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ કરતાં ઉપર હોવાથી ગુજરાત ટાઈટન્સને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

હજુ સુધી IPL ના ઈતિહાસમાં ક્યારેય ફાઇનલ મેચ રદ થઈ નથી.જણાવી દઈએ કે વર્ષ 2022 ની IPL માં ગુજરાત ટાઈટન્સ વિજેતા બન્યું હતું જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ હજુ સુધી 4 વાર આ ટાઇટલ જીતી ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *