બ્રજભુષણ પર FIR કરતાં 7 દિવસ લાગ્યા પણ ખેલાડીઓ સામે 7 કલાકમાં FIR : બજરંગ પુનિયા

બજરંગ પુનિયાએ લગાવ્યા મોટા આરોપ

દિલ્હીના જંતર-મંતર ઉપર પ્રદશન કરી રહેલા બજરંગ પુનિયા સહિતના પહેલવાનોને 28-29 મેની દરમિયાની રાતે પોલીસ ને છોડી મૂક્યા હતા. બજરંગ પુનિયાએ જેલમાંથી બહાર આવીને કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે જાતિય શોષણનો આરોપી નવી સંસદના ઉદ્ઘાટનમાં હશે.

source – twitter

બજરંગ પુનિયાએ કહ્યું કે બ્રજભુષણ પર FIR કરતાં 7 દિવસ લાગ્યા પણ ખેલાડીઓ સામે 7 કલાકમાં FIR,આગળ ખેલાડીઓની શું રૂપરેખા રહેશે એના વિષે પણ બજરંગે વાત કરી

અહેવાલો અનુસાર, કુસ્તીબાજો પર ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

ધરણાંના સ્થળેથી પોલીસે તંબુ ઉખાડયા

દિલ્હી પોલીસે રવિવારે વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત ડઝનબંધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ તમામને અલગ-અલગ જગ્યાએ લઈ જવાયા હતા. જો કે, રવિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બજરંગ પુનિયા સિવાય બધાને મુક્ત કરવામાં આવ્યા હતા. રવિવારે દિલ્હી પોલીસે જંતર-મંતરથી કુસ્તીબાજોના પ્રદર્શન સ્થળ પરથી તંબુ, કુલર, ગાદલા વગેરે હટાવીને જગ્યા સાફ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *