આ લેખ હિના સોલંકીની(Heena tales) કલમે લખાયેલ છે
સ્ત્રીઓ ભણેલી કરતા અભણ સારી!
ઉપરનું પહેલું વાક્ય વાંચીને જ તમે કદાચ 2 શબ્દ ખરાબ કહી દિધા હશે કા પછી મોઢાના હાવભાવ બગડી ગયા હશે. હું પણ તમારી જેમ સ્ત્રી છું અને કોઈ મને આવું કહે તો મને પણ ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. પણ મારા શિક્ષક હંમેશા મને કેહતા કે “જે વ્યક્તિ ભણેલું હોય એને ક્યારેય ગુસ્સોના આવે, એ શાંતીથી વિચાર કરે અને નિર્ણય લે.”
પણ આજની સ્ત્રીઓ એ પછી મોટી હોય કે નાની એની સાથે રહ્યા પછી એવું લાગે છે કે સાચે શું સ્ત્રીની સ્વતંત્રા આ છે? આવી હોવી જોઈએ? અને જો જવાબ હા છે તો મને એવું લાગે છે આના કરતા તો પુરુષપ્રધાન દેશ હોય એ વધુ સારું છે.. જ્યાં સ્ત્રી પોતાના આદર્શને સાચવીને તો રાખે છે. પોતાની નૈતિકતા અને મૂલ્યોને ભૂલતી તો નથી. ( જ્યાં સ્ત્રીઓ બારે નીકળતી તો પણ પોતાના મૂલ્યો, આદર્શો, નૈતિકતાને સાથે લઈને નીકળતી. પોતાની માન મર્યાદા શું છે તેનું ભાન તો રાખતી. )
કહેવાય છે સમય સાથે જમાનો બદલાઈ છે, કાલની સ્ત્રી ભણેલી નહોતી, પણ આજની સ્ત્રી ભણેલી છે, કાલની સ્ત્રી ઘર સંભાળતી હતી, આજની સ્ત્રી બિસનઝ સંભાળે છે, નૌકરી કરે છે. પણ મને એવું લાગે છે કે જમાનો બદલાઈ ગયો, જમાના સાથે ઘણી વસ્તુનું ટાઇટલ બદલાઈ ગયું, ઘણા પુરુષોના વિચાર પણ બદલાઈ ગયા, પણ સ્ત્રી હજી ત્યાંની ત્યાં જ છે. કદાચ એક ડગલું આગળ વધી હોય પણ એનાથી વધારે નહીં.
આજથી 75/50 પાછળ જઈને જોઈએ તો ત્યારની સ્ત્રી આખો દિવસ ઘરકામ કરતી, એટલે તે લોકોને House Wife કહેવામાં આવ્યું. પરંતુ ધ્યાનથી જોઈએ તો એ લોકો પણ ખેતરે જતા, ત્યાં કામ કરતા, દાળી ભરતાં, મજૂરી કરતા ને જે પાવલી કે પૈસો લઈ આવતા એ ઘરમાં વેંચી દેતા. પણ એ સ્ત્રીઓને ક્યારેપણ Working women નું ટાઇટલ ના મળ્યું. અને પુરુષ ગમે એટલું કમાવીને લઈ આવતો પણ આપતો ઘરની સ્ત્રીના હાથમાં જ પૈસા. પછી એ મા હોય કે પત્ની.
હવે 75/50 વર્ષથી થોડું આગળ આવીયે એટલે કે 30/35/40 વર્ષ પહેલાના સમયગાળામાં પણ સ્ત્રીઓ ઘરના કામ કરતી હતી. પણ ઘરના કામ સાથે ખેતરે ઓછું, ને સીવણ કામ, પ્રસંગોમાં જમવાનું બનાવવા, પાપડ વણવા, કે ભરત કામ જેવા નાનામોટા કામો ઘરબેઠા કરવા લાગી. અને તેનાથી સો કે હજારોમાં પૈસા કમાવા લાગી. તે સ્ત્રીઓને house wife ની સાથે નાનામોટું કામ, કે પછી સમય મળતા આવા આડા કામ કરી લે છે એવું નામ આપવા આવ્યું. અને એ સ્ત્રીઓ પણ બધો પૈસો ઘરમાં સંતાનોનો આડો ખર્ચ થાય તેમાં વાપરી નાખતી. અને ત્યારના પુરુષો પૈસો કમાઈને ઘરની સ્ત્રીના હાથમાં આપતો.
હવે 30/35/40 થોડું આગળ આવીયે એટલે કે 12/15 વર્ષ કે પછી 8/10 પહેલાના સમયગાળાની. તો આ સમયગાળામાં સ્ત્રીઓ વધુ ભણતા શરુ થઇ, આગળ વધતી થઇ, સપના જોતી થઇ, પોતાના હક્ક શું છે એ જાણતી થઇ ને એના માટે લડતી થઇ. નૌકરી કરતી થઇ. અને આ સ્ત્રીઓ ઘરના કામ કરતી પણ ઓછા પ્રમાણમાં. અને એટલે આ સ્ત્રીઓને House wife પરથી નામ નીકાળીને નામ આપવામાં આવ્યું Working womens. જે સ્ત્રીઓ માટે ખુબ જ ગર્વની વાત હોવી જોઈએ. પણ અહીં ફર્ક એ જોવા મળે છે કે જો એ કામ સ્ત્રીઓ મજબૂરીમાં, ગરીબીને કારણે , ઘરની પરીસ્તીથી નબળી હોય એના કારણે કામ કરતી હોય તો એ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હોય છે. પણ જો સ્ત્રીઓ પોતાના શોખથી સ્વતંત્રાના નામ પર કમાય છે એનું યોગદાન ઘરમાં ખુબ ઓછું રહ્યું છે. અને અહીંથી શરૂવાત થાય છે સ્ત્રીના પૈસા ને પુરુષના પૈસાની.
હવે વાત કરીયે છેલ્લા 4/5 વર્ષથી આજની તારીખ સુધીની તો આજની સ્ત્રી ઘરના કામ અભણ સ્ત્રીઓ માટે છે એવું સમજે છે. ઘરના કામ કરવા એ narrow thinking લાગે છે. અમે શા માટે ઘરના કામ કરીયે, એવા પ્રશ્નો ઉદ્ભવે છે. અમે ઘરના કામ કરવા પેદા નથી થયા એવા વાક્યો કહેવામાં આવે છે. આટલું ભણ્યા કાંઈ ઘરનાં કામ કરવા માટે નથી આવી વાતો થાય છે. ભણેલી સ્ત્રી ઘરના કામ ના કરે અને એ કરવા માંગતી પણ નથી. આર્થિક રીતે પણ મારા પૈસા છે હું નહીં આપું એવું કહીને જીમેદારીઓથી ભાગતી હોય છે. અને એટલે જ આ સ્ત્રીઓને Modern working women કહેવામાં આવ્યું. અને અહીં સ્ત્રી પોતાના પૈસા પોતાની પાસે રાખે છે ને પુરુષ પણ સ્ત્રીનો આ વ્યવહાર જોઈને પોતાના કમાવેલ પૈસા સ્ત્રીના હાથમાં નથી આપતો.
પણ શું ખરેખર સ્ત્રીઓને જે સ્વતંત્રા મળી છે, જેના માટે આજે પણ ઘણી સ્ત્રીઓ લડી રહી છે એ યોગ્યરીતે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે? એને માણી રહી છે?
આ પ્રશ્ન વિચારવા જેવો છે..
મારા મતે કામ કરવું એનો અર્થ ફક્ત એ નથી કે પૈસો કમાવો. જો ફક્ત એ જ હોત તો પુરુષ કેટલા યુગોથી પૈસા કમાય છે. કામ કરવાનો અર્થ એ છે કે પૈસા કમાવાની સાથે તમારી જાતને વ્યસ્ત રાખવાનો રસ્તો. જેના લીધે તમે વિચારોના મંથનમાં ના ખોવાવો. તમારી જવાબદારી સમજવાનો પ્રયત્ન. તમે ઘરના કામ કરવા નથી માંગત એ તમારી મરજીની વાત છે પણ જે સ્વત્રંતા મળી છે એનો દુરુપીયોગ ના કરવાની સમજણ એટલે પોતાના પર અને પોતાના માટે કામ કર્યું કહેવાય.
તમે બ્રાન્ડેડ કપડાં પહેરો છો, તમે અંગ્રેજીમાં વાત કરી શકો છો, તમે તમારા મનપસંદની વસ્તુ લઈ શકો છો, કે થોડા પૈસા કમાવી શકો છો એનાથી શૈક્ષણિક નથી બનાતું. શૈક્ષણિક બનાઈ છે કે દસ લોકોની વચ્ચે પણ તમે તમારા વિચારોને રજુ કરી શકો શાંતીથી, કોઈની સાથે અન્યાય થતો જોઈ તમારા હૃદયમાં એ વ્યક્તિ માટે બોલવાની હિંમત જાગે એનાથી, પોતાના સંસ્કારોને, મર્યાદાને દુનિયાના કોઈ પણ ખૂણે ગયા પછી પણ ના ભુલવાથી, પોતાના આદર્શો,નિયમો, boundaries ને કોઈના પણ માટે ના તોડવાથી. અને જો સ્ત્રીઓ પણ પુરુષની જેમ ફક્ત સ્ત્રીપ્રધાન દેશ હોવો જોઈએ એવો વ્યવહાર કરવા લાગશે તો પુરુષ અને સ્ત્રીમાં ફરક શું રહેશે ?
સ્ત્રી ભણેલી કરતા અભણ સારી એટલા માટે ઉપયોગમાં લીધું છે કારણ ઘણી ભણેલી સ્ત્રી સાચી છે છતાંય ખોટા રસ્તે જઈ રહી છે. સાચા ખોટાનો અંતર નથી સમજી રહી. ને અભણ સ્ત્રી ભલે પોતાના માટે નોતી લડી શકતી, પુરુષના દબાણમાં રહેતી હતી. તેમ છતાંય પોતાનામાં એક સ્વાભિમાનને લઈને જીવતી હતી. પોતાના ડરને લીધે, સંસ્કારને લીધે, મર્યાદાના લીધે, પોતાને ખોટા રસ્તે ના જવા દેતી. જયારે આજની ભણેલી સ્ત્રી બધા બંધનો મૂકીને જ્યારે આકાશમાં ઉડવા જાય છે તો એકલી ખોવાઈ જાય છે. કયો રસ્તો પોતાના માટે સારો છે એ નિર્ણય નથી કરી શકતી. અભણ સ્ત્રી ઓછું કમાતી પણ પોતાના આદર્શોને જીવંત રાખતી, પરિવારને પોતાના કરતા આગળ રાખતી, જ્યારે ભણેલી સ્ત્રી વધારે કમાય છે પણ પોતાના આદર્શોને જાળવી નથી શક્તિ ઘણી વાર.
ભણેલી સ્ત્રીને સ્વતંત્રતા જોઈએ છે અને એ મળવી પણ જોઈએ દરેક સ્ત્રીને, પરંતુ એ સ્વતંત્રાનું એવું ઉદાહરણ બનો કે ભલે પુરી દુનિયા એ ઉદાહરણ ના આપી શકે પરંતુ તમારા આજુબાજુના લોકો, તમારો સમાજ તમારું ઉદાહરણ આપે બીજી સ્ત્રીને ભણવામાટે કે જીવનમાં આગળ વધવા માટે.