સાચવજો હવે લવ જેહાદ સાથે ડ્રગ્સ જોડાયું : અમદાવાદની હોટેલમાં વિહિપ લવ જેહાદ રોકવા પહોચ્યું પણ મળ્યું ડ્રગ્સ
વિશ્વ હિન્દુ પરિષદ ( VHP) અને બજરંગ દળ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ હિન્દુ યુવતી અને વિધર્મી યુવક તમારી હોટલમાં આવે તો એને રૂમ આપવી નહીં,જેને લઈને વિહિપ અને બજરંગદળ રાજ્યની તમામ હોટલમાં ચેકિંગ કરીને વિધર્મી યુવકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારે અમદાવાદના પોશ નહેરુનગર નજીક ગોપાલ પેલેસ કોમ્પ્લેક્ષમાં આવેલ એક હોટેલમાં વિધર્મી યુવક એક યુવતી સાથે આવ્યો હોવાની બાતમી VHPને મળી હતી.
જેથી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોચતા યુવતી નશાની હાલતમાં લાગી અને કાર્યકરો જોડે બબાલ કરવા લાગી ત્યારબાદ યુવક અને યુવતી ત્યાંથી નાસી છૂટયા પરંતુ યુવકનો ફોન વિહિપના કાર્યકરોના હાથમાં રહી જતા એમાં કોલ આવેલો કે અમે માલ લેવા આવીએ છીએ પછી ધ્યાન આવ્યું કે આ લવ જેહાદ નહીં પણ ડ્રગ્સ રેકેટ હતું. અહીંયાં આવેલા બે લોકો ડ્રગ લેવા આવ્યા હતા, જેને VHP અને બજરંગ દળે ઝડપી પાડ્યા હતા. જે બાદ તેના ફોનના આધારે ટ્રેપ ગોઠવીને પાલડી નજીકથી ડ્રગ્સ આપવા આવનાર એક વ્યક્તિને રંગે હાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા એલિસબ્રિજ પોલીસે આ સંદર્ભે ડ્રગ્સ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફિલ્મી ઢબે ડ્રગ્સ પેડલરને પકડી પાડ્યો
આવેલ યુવક જોડે પૂછપરછ કરતાં તેઓ ડ્રગ્સ લેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું . યુવકના ફોનથી ડ્રગ સપ્લાયરને વીએચપીના કાર્યકરોએ ફોન કરાવ્યો હતો. જેના આધારે ડ્રગ્સ સપ્લાયર પાલડી પાસે ડ્રગ્સ આપવામાં આવશે, તેવું નક્કી થયું હતું. થોડીવાર બાદ બંને યુવકોને લઈને VHP અને બજરંગ દળના કાર્યકરો પાલડી પાસે પહોંચ્યા હતા અને ડ્રગ સપ્લાયરને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી હતી. થોડીવાર બાદ રિક્ષામાં ડ્રગ સપ્લાયર આવ્યો અને જે વ્યક્તિએ ફોન કર્યો હતો, તેની સાથે વાત કરતા બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તેને પકડતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
મામલો બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસ અને અન્ય એજન્સીના અધિકારીઓ પાલડી પાસે પહોંચી ગયા હતા. આ મામલે તપસ કરતાં પંચોને સાક્ષીની હાજરીમાં ચાર ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે આ કેસમાં એક વ્યક્તિ વોન્ટેડ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
VHP એ આપી છે હોટલ અને ગેસ્ટ હાઉસ માલિકોને ચેતવણી
શ્વ હિન્દુ પરિષદ (VHP) એ તાજેતરમાં હોટલ અને ગેસ્ટહાઉસને ચેતવણી જારી કરી હતી, જેમાં લવ જેહાદના સંભવિત કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (FHRAI), હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા (HRAWI), અને ઈન્ડિયન હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (AHAR)ને સંબોધિત ટ્વિટમાં, VHP ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે માલિકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. હિંદુ છોકરીઓ સાથે બિન-હિન્દુ યુવાનોને રૂમ ફાળવવા. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે લવ જેહાદ અથવા હિંદુ છોકરીઓના શોષણના કેસોમાં સંડોવાયેલા હોટલ અને ગેસ્ટહાઉસના માલિકોએ પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ.
- બે રાજપૂત ભાઈઓએ 171 વીઘા જમીન ગૌચરમાં આપી દીધી,ઓફિસે જઈને દસ્તાવેજ આપી દીધા
- GIFT CITY: આરબીઆઇ એ GIFT Cityમાં NRI ને ફોરેન કરન્સીમાં અકાઉન્ટસ ખોલવાની મંજૂરી આપી
- વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિન.) યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓ
- જમ્મુમાં પોલીસ-સેનાના જવાનો વચ્ચે ઝપાઝપી, ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સામે હત્યાના પ્રયાસનો ગુનો
- 55 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની સેવા કરી રહ્યા છે
- શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે?