આનંદો! ગુજરાત સરકારના ST વિભાગમાં બમ્પર ભરતી,હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાત રાજ્યમાં ST માટે ડ્રાઇવર, કંડક્ટર અથવા મિકેનિક બનવા માંગતા લોકો માટે સારા સમાચાર! ST વિભાગ ટૂંક સમયમાં આ જગ્યાઓ માટે ભરતી કરશે, અને તેઓ અમને જણાવશે કે તમે ક્યારે અરજી કરી શકશો.

GSRTC

હર્ષ સંઘવી ટ્વિટ કરી આપી માહિતી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ ભરતી વિષે જણાવ્યુ. આ વર્ષે એસ.ટીમાં 2100 બસ ડ્રાઈવર અને 1300 જેટલી કંડકટરની ભરતી કરવામાં આવશે.  આ ઉપરાંત મિકેનિક માટેની પણ ભરતી કરવામાં આવશે. આ અંગેની વિગતવારજાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

બીજા વિભાગોમાં પણ ટૂંક સમયમાં ભરતી

ગુજરાત સરકારે એસટી વિભાગ ઉપરાંત અન્ય સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવોસમાં અંદાજે 6 હજાર જેટલી વિવિધ સરકારી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ બીજા મંડળો દ્વારા ભરતી કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *