ગુજરાત ટાઈટન્સે મેચ દરમિયાન ગુજરાતી ગીતો વગાડતા થયો કેસ,જાણો કયા ગીતને લઈને થયો કેસ

IPLની હોટ ફેવરિટ ટીમ ગુજરાત ટાઈટન્સ ગુજરાતી ગીતના કોપી રાઇટના વિવાદમાં ફસાઈ છે.

આઇપીએલની મેચ દરમિયાન ગુજરાતી ગીતો વગાડવાને લઈને કોપી રાઈટનો ભંગ કર્યો હોવાના દાવા સાથે ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં અરજી થઈ હતી. જે અંતર્ગત કોર્ટે હવે ટીમને ગીત ન વગાડવા માટે હુકમ કર્યો હતો.

courtesy – IPL/bcci

કોપી રાઇટનો ભંગનો થયો ગુજરાત ટાઈટન્સ ઉપર કેસ

ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં ગુજરાત ટાઈટન્સ સામે મંજૂરી વગર “હેલો મારો સાંભળો” અને “મારા પાલવનો “ બન્ને ગીતો વગાડવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ મેચ દરમિયાન આ બંને ગીતો વગાડવામાં આવ્યા હતા. અરજદારે કોર્ટમાં કહ્યું હતું કે, બન્ને ગીતોનો ઉપયોગ કોઈપણ કોમર્શિયલ એક્ટિવિટી માટે ઉપયોગ ન કરી શકાય. તેમજ આ ગીતો વગડાવની કોઈ પરમીશન પણ ન હોવાથી અને કોઈપણ જાતનું રેવન્યુ શેરિંગ પણ ન હોવાથી આમાં કોપી રાઇટનો ભંગ થઈ રહ્યો હોઈ તેની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

GT હવે મેચમાં ગીત નહીં વગાડે

ભારત સરકાર દ્વારા નિમાયેલી કોપી રાઈટ સંસ્થાએ ગાંધીનગર કોર્મશીયલ કોર્ટમાં દાવો કર્યો હતો. આ સંદર્ભે ચાલેલા કેસમાં ગુજરાત ટાઈટન્સે કોર્ટને ખાતરી આપી હતી કે, ટીમ હવે આ બંને ગીતો મેચ દરમિયાન વગાડશે નહીં. ટીમ દ્વારા ખાતરી અપાયા બાદ ગાંધીનગર કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.મેચ દરમિયાન ડીજે દ્વારા ગીતો વગાડતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *