કેમેરામેનની કરતૂતથી નારાજ થયો રોહિત શર્મા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમ્યાન નારાજ જોવા મળ્યા. બોડર-ગાવ્સ્કર ટ્રોફી અંતર્ગત પહેલી ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ રહી છે જે ટેસ્ટ મેચ ભારતે ત્રીજા દિવસે જીતી લીધી છે.
રવિચંદ્રન અશ્વિનએ માંગ્યો હતો રિવ્યુ
મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિન જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીને બોલિંગ કરી રહ્યા હતા એ વખતે એમના દ્વારા એલ બી ડબલ્યુ ની અપીલ કરવામાં આવી જેને એમ્પાયર એ નકારતા રોહિત શર્માએ DRS રીવ્યુ લીધો હતો.આ રીવ્યુ દરમિયાન કેમેરા મેને રોહિત શર્મા ઉપર કેમેરો ફોકસ કરતા સ્ક્રીન ઉપર રોહિત શર્મા નારાજ દેખાયા અને કંઈક કહેતા જોવા મળ્યા હતા
જોકે મેચ ની અંદર ઓસ્ટ્રેલિયાની શર્મનાક હાલ થઈ હતી.મેચની છેલ્લી ઈનિંગમાં રવિશ્ચંદ્રન અશ્વિને પાંચ વિકેટ લીધી હતી અને રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરાયા.