સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ લોહિયાળ બની હતી. આ અથડામણમાં બે સગાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાં બે લોકોની હત્યા બાદ વાતાવરણ વધુ તંગદીલ બન્યું હતું. મૃતકોમાં બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં કેટલાકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. ઝગડામાં ગંભીર રીતે ઘાયલ બે ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બંનેના મોત થતાં મામલો હત્યામાં બદલાઈ ગયો છે. કોઈ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બીજી તરફ હોસ્પિટલમાં પણ લોકોના જોરદાર ટોળેટોળા ઉમટી પડી રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જમીને લીધો જીવ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં જમીન ખેડવાની બાબતે બે અલગ અલગ જ્ઞાતિઓના જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી .ત્યારબાદ મામલો વધુ બિચકતા તલવાર, ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે બંને જૂથે એક બીજા પર હુમલો કર્યો હતો. જેમાં અનેકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં 2 આધેડ ભાઈઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. મામલો તંગદીલ થતાં DYSP લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ઘટનાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન દોર્યું
ગુજરાત કોંગ્રેસ દ્વારા દલિતો પર અત્યાચારની માંગ ઉઠાવવામાં આવી હતી.ગુજરાત કોંગ્રેસ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા દ્વારા ગુજરાતને દલિત અત્યાચારની રાજધાની કહેવામા આવી હતી
સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ગુજરાત દલિત અત્યાચારની રાજધાની બનવા જઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે દલિતો તેમની કાયદેસરની જમીનમાં કામ કરવા જતાં અસામાજિક તત્વોએ તેમની પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મહિલાઓ સહિત 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગળ હિતેન્દ્ર પીઠડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કરીને માંગણી કરી છે કે, સૌપ્રથમ સ્થાનિક દલિતોને સુરક્ષા આપવામાં આવે. પીડિત પરિવારોને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. હાલ તમામ આરોપીઓ ફરાર હોવાથી તેમની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા હિતેન્દ્ર પીઠડિયાએ કહ્યું કે, ગુજરાતમાં દલિતો પોતાની કાયદેસરની જમીન પણ ખેડી શકતા નથી અને તમે રામ રાજ્યના બણગાં ફૂંકો છો?’