નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, શાળા,કોલેજ બંધ,કલેકટરનું જાહેરનામું,નર્મદા મૈયા બ્રિજ બંધ

– ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું રૌદ્રરૂપ

-ડેમના ઉપરવાસમાં પાણીની આવક વધતાં સરદાર સરોવર ડેમ પૂરો ભરાઈ ગયો

ગઈકાલ સવારથી નર્મદા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ હતી. માત્ર 2 કલાકમા સપાટીમાં 23 સે.મી.નો વધારો થયો હતો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે હવે નર્મદા નદીના આસપાસના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા મૈયા બ્રિજ બંધ

કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નર્મદા મૈયા બ્રિજ પાણી ભરાવવાના કારણે હાલ પૂરતો બંધ કરવામાં આવે છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાવેલ કરતા નાગરિકોએ NH-48 નો ઉપયોગ કરવો.

નર્મદા જિલ્લા કલેકટરનું જાહેરનામું 

ભારે વરસાદ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે. ક્લેક્ટરે જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI બંધ રાખવા આદેશ કર્યો છે. કલેકટરે નીંચાણવાળા અનેક ગામ પાણીમાં ગરકાવ થયા હોવાના કારણે કોઈ જાનહાની ન સર્જાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામું ભંગ કરનાર સામે થશે કાર્યવાહી.

ડભોઈના આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ

ગઈકાલે રાતે નર્મદા ડેમમાંથી  લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ડભોઈ તાલુકાના નંદેરિયા, ચાણોદ, ભીમપુરા, કરનાળી, ફૂલવાડી, માંડવા જેવા ગામોમાં ચારેકોર પાણી ફરી વળ્યા હતા અને પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. 

આરોગ્ય વિભાગની 22 ટીમો ખડે પગે 

નર્મદા નદીમાં બનેલ પૂરની પરિસ્થિતીને કારણે આરોગ્ય વિભાગ ખડેપગે છે,આરોગ્ય વિભાગની 22 ટીમોને સ્ટેન્ડબાય રાખવામા આવેલ છે.પૂરની પરિસ્થિતિને જોતાં કોઈ દુર્ઘટના ના સર્જાય એ માટે આખું તંત્ર ખડેપગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *