ગુજરાતમાં પણ યુપી વાળી થશે,ઠાસરામાં તંત્ર બુલડોઝર ચલાવવાની તૈયારીમાં

ખેડા જિલ્લાના ઠાસરા(thasra communal violence) તાલુકામાં શિવજીની શોભાયાત્રા ઉપર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધર્મીઓની મિલકતોની માપણી શરૂ કરવામાં આવી છે. આગામી કલાકોમાં ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે. 

ખેડા જિલ્લાના ઠાસરામાં (thasra communal violence) શિવજીની શોભાયાત્રા નીકળી હતી.જેમાં મુસ્લિમ કોમના ટોળાં દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ ઘટના પછી ઠાસરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના આસાર પણ સેવાઇ રહ્યા હતા પરંતુ પોલીસની તાત્કાલિક કામગીરીથી પરિસ્થિતી હાલ કાબુમાં છે.પોલીસ દ્વારા કુલ 3 એફઆઇઆર નોંધવામાં આવી છે જેમાં 2 એફઆઇઆર મુસ્લિમ પક્ષ સામે જ્યારે એક એફઆઇઆર હિન્દુ પક્ષના ટોળાં સામે નોંધવામાં આવી છે.

હવે ઠાસરામાં બુલડોઝર ચલાવવાની તૈયારીમાં તંત્ર 

વિધર્મીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા (thasra communal violence) ડહોળીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નગરમાં નીકળેલી શિવજીની શોભાયાત્રા ઉપર વિધર્મીઓએ કરેલા પથ્થરમારા બાદ હવે તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઠાસરા પ્રાંત અધિકારીએ નગરપાલિકાને વિધર્મીઓની મિલકતોની માપણી કરવાનો આદેશ જારી કર્યો છે. હંગામી દબાણોની માપણી કરવાના આદેશ બાદ હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરમાં માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. માપણીના અંતે થોડા સમયમાં બુલડોઝર ફેરવી ગેરકાયદેસરના દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. 

ગુજરાતમાં પણ યુપી જેવી કાર્યવાહીની માંગ 

યુપી પછી હવે ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ફરશે તેવી ચર્ચા વચ્ચે હાલમાં ઠાસરામાં (thasra communal violence) અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. નગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં માપણી કરવામાં આવી રહી છે અને આવતીકાલ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે.જો કે આ બુલડોઝર માત્ર ગેરકાયદે બનેલ દબાણો પર જ ફેરવવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *