અંબાજી મોહનથાળ વિવાદ : ભેળસેળવાળું ઘી અમદાવાદથી આવ્યું,નવો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની પણ વિવાદિત

 અંબાજી મંદિર ખાતે બનતા પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા ઘી માં ભેળસેળ મામલે વહીવટદાર, ફ્રૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ તમામ વિભાગો દ્વારા તપાસને ઝડપી બનાવી હતી. આ તપાસનો રેલો હવે અમદાવાદ માધુપુરા ખાતે આવેલ નીલકંઠ ટ્રેડર્સે પહોંચ્યો છે. આ પેઢીમાંથી મોહિની કેટરર્સ દ્વારા ઘી નાં ડબ્બા ખરીદ્યા હતા. નીલકંઠ ટ્રેડર્સમાં રાતે તપાસ હાથ ધરી હતી. તપસ બાદ નીલકંઠ ટ્રેડર્સની દુકાનને સીલ કરી નોટીસ ચોંટાડવામાં આવી હતી.

નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતિન શાહ પોલીસના શરણે

નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતિન શાહ આજે એકાએક પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસનાં રિમાન્ટ મંજૂર કર્યા હતા.  હવે તપાસમાં કેટલું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું. 

શું હતો વિવાદ?

અંબાજી મદિર ખાતે બનતાં મોહનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને આપવામાં આવેલ હતો.ખાદ્ય વિભાગની તપાસને અંતે મોહનથાળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ઘી ભેળસેળયુક્ત હોવાનું જાણવા મળ્યું હતું.તપાસને અંતે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો,વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદનાં માધુપુરા વિસ્તારમાં આવેલ નીલકંઠ ટ્રેડર્સમાંથી લાવવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ  સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ કોન્ટ્રાક્ટ માટેની નવી કંપની પણ વિવાદમાં ચૂકી છે. ટચ સ્ટોન ફાઉન્ડેશને અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા રૂ.60 હજારનો દંડ કરાયો હતો. 

ટચ સ્ટોન ફાઉન્ડેશન ઘણા શહેરમાં કામ કરે છેઃ કલેક્ટર બરનવાલ

આ મામલે બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. આ ફાઉન્ડેશન દેશમાં ઘણી બધી જગ્યાએ કામ કરે છે. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશને આ કામ કર્યું હતું. એક સમયે એવો કિસ્સો બન્યો હતો કે વધારે ભીડ હોવાથી મોહનથાળ બનાવવા દૂધની જગ્યાએ પાઉડર વાપર્યો હતો અને તે પણ તંત્રના ધ્યાને આવતા ટચ સ્ટોન ફાઉન્ડેશનને રૂ.60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તપાસ કરતા ફાઉન્ડેશનનો બીજો કોઈ દોષ અમને મળેલ નહોતો. 

જે જગ્યા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં 24 કલાક અમારા માણસો જ હતા : કલેક્ટર બરનવાલ

તેઓએ જણાવ્યું હતું કે, પ્રસાદ બનાવવા માટે માલ-સામાનથી લઈને મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે જગ્યા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં 24 કલાક અમારા માણસો જ હતા. જેથી પ્રસાદની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. મોહિની કેટરર્સને પ્રસાદઘરથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તેનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં આવ્યો નથી.  મોહિની કેટરર્સ ઉપર FIR પણ કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચો :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *