ઉચ્ચ શિક્ષણની વાતો કરતી સરકારની આંખ ઉઘાડે તેવી ઘટના, અત્યાર સુધી કથળતું શિક્ષણ ગામડાઓમાં હતું હવે અમદાવાદમાં પણ ખરાબ હાલત સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે મજબૂર થઈ બોર્ડ મારવું પડ્યું,
અમદાવાદના સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે બોર્ડ માર્યું છે કે અમારે ત્યાં એડમિશન ના લેવું એના કરતાં અન્ય કોલેજમાં એડમિશન લઈ લો. કોલેજમાં સ્ટાફની ઘાટ અને જર્જરિત કોલેજને લઈને કોલેજ દ્વારા આવું બોર્ડ મારવામાં આવ્યું છે.
કોલેજ દ્વારા કહેવામા આવ્યું કે “સર્વ વિદ્યાર્થી અને વાલીઓને જાણ કરવાની અમારી સંસ્થામાં આચાર્યશ્રી નથી. નોનટીચિંગ સ્ટાફમાં 22 જગ્યાઓ છેલ્લા દસેક વર્ષથી ખાલી છે અને હાલમાં એક પટાવાળા અને એક ક્લાર્ક નોનટીચિંગ સ્ટાફના છે. જેથી વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી, પરીક્ષાની કાર્યવાહી, ગુણની કાર્યવાહી કોલેજમાં થઈ શકે તેમ નથી તેમજ 1968 ની સાલનું બિલ્ડીંગ હોવાથી બિલ્ડીંગ જર્જરિત (અંદરથી) થઈ ગયું છે અને ભયજનક સ્થિતિમાં ઊભું છે. સંસ્થા પાસે અન્ય કોઈ આવકના સાધન ન હોવાથી આ કોલેજના બિલ્ડીગની મરામત થઇ શકે તેમ નથી. આ સંજોગોમાં આપના પુત્ર કે પુત્રીના ભવિષ્યને સુનિશ્ચિત બનાવવા માંગતા હોય તો અમારી સંસ્થામાં ન મુકવા આપને વિનંતી છે.”
પ્રવેશ દ્વાર પર બોર્ડ મારવું પડ્યું છે કે બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમીશન લઇ લો કોલેજ પાસે ટીચિંગ અને નોન ટિચિગ સ્ટાફ ની મોટી ઘટ હોવાથી માર્યું બોર્ડ, બાળકોને ભણાવનાર કોઈ છે જ નહિ કોલેજ દ્વારા સ્ટાફ ની ઘટ અને જર્જરીત કોલેજ ને લઈને PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી, PMO થી ચીફ સેક્રેટરી ને આ મામલે કાર્યવાહી કરવા જણાવાયું છે તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહિ સ્ટાફ વગરની જર્જરિત કોલેજમા યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ 150 થી વધુ વિધાર્થીઓ નાં એડમિશન ફાળવવા આવ્યા કોલેજમાં પ્રિન્સિપાલ નથી, નોન ટીચિગ સ્ટાફ નથી, પૂરતા પ્રોફેસર નથી અને કોલેજ પાસે ગ્રાન્ટ નો પણ અભાવ ગ્રાન્ટઇન કોલેજ હોવાથી કોલેજ વધુ ફી પણ લઈ શકતી નથી, પ્રોફેસરના અભાવે એક જ ક્લાસમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે