ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની છે. પરંતુ મેચ શરૂ થતાં પહેલા જ વરસાદ શરૂ થયો ગયો છે. વરસાદને કારણે હજુ ટોસ થઈ શક્યો નથી. આથી મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો આ રીતે ભારે વરસાદ ચાલુ રહેશે તો IPL મેન્યુયલમાં આને લઈને કેટલાક નિયમો છે. જો આજે મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. .
શું છે IPLના નિયમો?
અમદાવાદમાં વરસાદના કારણે ટોસ મોડો થઈ શકે છે. IPLની ફાઈનલ મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માટે જો વરસાદ ચાલુ રહે તો IPLએ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. જો વરસાદ બંધ થશે તો 9.40 વાગ્યા સુધીમાં રમત શરૂ કરી શકાય છે અને ઓવર ઓછી કરવામાં આવશે નહીં. પરંતુ પછી પણ વરસાદ ચાલુ રહે તો પછી ઓવરો કાપવામાં આવશે. જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર ન રમાય તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ સોમવારે રમાશે.
અમદાવાદમા જ યોજાયેલ ક્વોલિફાયર 2 દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. પરંતુ ઓવર કપાઈ ન હતી. આ મેચ લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતે જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.