ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમજ ગુજરાતભરમાં દિવ્ય દરબાર યોજવાના છે. બીજા દિવસે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાવાનો છે. તો 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાવાનો છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે વિવાદ સર્જાયો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા છે. પોલીસ દ્વારા જગ્યાની મંજૂરીને લઈને વિવાદ સર્જાયો છે.
સ્થળને લઈને પોલીસ અને આયોજકો વચ્ચે વિવાદ : સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લી ઘડીએ બાગેશ્વર બાબાના કાર્યક્રમનું સ્થળ બદલવા માટે પોલીસ દબાણ કરી રહી છે. જોકે, આયોજકો નિશ્ચિત સ્થળ પર કાર્યક્રમ કરવા મક્કમ છે. પોલીસ દ્વારા માત્ર 2000 લોકોની મજૂરી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આયોજકો 10,000 લોકોની માંગને લઈને મક્કમ છે.
ડોમ બંધાઈ ગયો અને પાસ પણ વહેંચાઈ ગયા
અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારને લઈ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય દરબારના આયોજકો દ્વારા પાસ વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે. જગ્યાની ક્ષમતા પ્રમાણે લોકોને એન્ટ્રી આપવામાં આવશે. દિવ્ય દરબારમાં જે લોકો પાસે પાસ હશે તેને જ એન્ટ્રી આપવામાં આવશે.
માત્ર પાસધારકોને જ પ્રવેશ
શરૂઆતમાં દિવ્ય દરબાર તમામ લોકો માટે ખુલ્લો મુકાશે એવિ માહિતી હતી પરંતુ હવે આયોજકોના જણાવ્યા મુજબ જે લોકો જોડે પાસ હશે એમને જ પ્રવેશ આપવામાં આવશે.