મૃતદેહ દફનાવવાની પણ જગ્યા નથી…તુર્કીમાં બગડી રહી છે સ્થિતિ..
તુર્કીમાં ભૂકંપથી 10 પ્રાંતોમાં સૌથી વધારે નુકસાન થયું છે. અહીંયા 10,000 ઇમારતો પડી ગઈ છે જ્યારે એક લાખ ઇમારતોને નુકસાન થયું છે. ભૂકંપથી થયેલી તબાહીના કારણે મોતનો આંકડો 26,000 સુધી પહોંચી ગયો છે અને એટલી લાશો મળી રહી છે કે દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે.
તુર્કી અને સીરિયામાં અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. આ બંને દેશોમાં થયેલા ભૂકંપના કારણે થઈને હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોમાં થઈને અત્યારે અંદાજે 26,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જ્યારે તુર્કીમાં એક ભારતીયએ પણ જીવ ગુમાવ્યાના સમાચાર આવી રહ્યા છે.
તુર્કીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઉઠી રહ્યા છે સવાલ
તબાહીના માહોલ વચ્ચે એક્સપર્ટે જણાવ્યું કે તુર્કીમાં ભૂકંપથી પડેલી ઇમારતો માં 10 માંથી એક ઇમારત નવી હતી,જેમનું નિર્માણ 2007 પછી થયું હતું. તુર્કીના ઉસ્માનિયામાં ઠેર ઠેર લાશો જોવા મળી રહી છે અને હાલાત દિવસે અને દિવસે ખરાબ બની રહ્યા છે.
મદદ માટે હંમેશા તૈયાર ભારત
આ તબાહીબા દુનિયાના તમામ દેશો ધુળકી અને સીરિયાની મદદ કરવા માટે ખભેખભો મળાવીને ઊભા છે. ભારતના વિદેશ મંત્રી ફીટ કરીને તુર્કીને આ કપરા સમયમાં મદદ કરવા માટે એલાન કર્યું હતું. રાહત અને બચાવ કર્મીઓનું એક સમૂહ,વિશેષ રૂપથી પ્રશિક્ષિત ડોગ સ્કવોડ, ડ્રીલ મશીન, રાહત સામગ્રી તેમજ દવાઓને લઈને ભારતીય વાયુ સેનાનું પહેલું C17 વિમાન ભુકંપ પ્રભાવીત ક્ષેત્રોમાં પહોંચી ગયું છે. જ્યારે ઇન્ડિયન એરફોર્સ નું બીજું વિમાન બપોર આજુબાજુ તુર્કીમાં પહોંચ્યું હતું.ભારત નું ઓપરેશન દોસ્ત તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવનું કાર્ય કરી રહ્યું છે.