બદલો હજુ બાકી છે! પુલવામા હુમલાના 19 ગુનેગાર, 8 માર્યા ગયા અને 7 જેલમાં, જાણો બાકીના આતંકી ક્યાં છે ફરાર?

બદલો હજુ બાકી છે! પુલવામા હુમલાના 19 ગુનેગાર, 8 માર્યા ગયા અને 7 જેલમાં, જાણો બાકીના આતંકી ક્યાં છે ફરાર?

પુલવામા હુમલાની વર્ષગાંઠ: પુલવામા આતંકી હુમલામાં સામેલ 19 આતંકીઓમાંથી 8 માર્યા ગયા છે, 7ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 હજુ પણ ફરાર છે. જેમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. કાશ્મીર ઝોનના ADGP વિજય કુમારે કહ્યું કે હવે જૈશ- એ- મોહમ્મદના માત્ર 7-8 સ્થાનિક આતંકવાદીઓ જ બચ્યા છે. આ તમામ આતંકવાદીઓને પણ ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે.

19 આતંકવાદીઓમાંથી 8 માર્યા ગયા છે, 7ની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર હજુ પણ ફરાર છે

શ્રીનગર પુલવામા હુમલાની ચોથી વર્ષગાંઠ પર, કાશ્મીર ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP), વિજય કુમારે જણાવ્યું હતું કે પુલવામા હુમલામાં સામેલ 19 આતંકવાદીઓમાંથી 8 માર્યા ગયા છે, 7ની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર હજુ પણ ફરાર છે. જેમાં 3 પાકિસ્તાનીનો પણ સમાવેશ થાય છે.

બદલો હજુ પૂરો નથી થયો : ADGP કાશ્મીર ઝોન

ADGP કાશ્મીર ઝોન વિજય કુમારે કહ્યું કે જૈશ- એ- મોહમ્મદના 7-8 સ્થાનિક આતંકવાદીઓ હજુ બાકી છે અને પુલવામામાં સક્રિય મુસા સુલેમાની સહિત 5-6 પાકિસ્તાની આતંકવાદીઓને ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે જૈશ- એ- મોહમ્મદ (JeM) એ છેલ્લા 6 મહિનાથી તેની ભરતી વધારી છે. પરંતુ હવે તેમને જમ્મુ- કાશ્મીરમાં ખીલવા દેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *