અનોખો સંસ્કૃત પ્રેમ : સંસ્કૃતમાં 100 માંથી 100 મેળવનારને આપશે ચાંદીની લગડી
નર્મદા જિલ્લામાં રાજપીપલામાં પ્રાથમિક શાળામાં આચાર્ય ડૉ કલ્પેશ કિરીટકુમાર મહાજને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે એ હેતુથી જે વિધાર્થીએ સંસ્કૃતમાં પૂરે પૂરા ગુણ મળ્યા છે એ વિધાર્થીને ચાંદીની લગડી આપવાનું નક્કી કરી ઉત્કૃષ્ઠ કાર્ય કર્યું છે.
ડૉ કલ્પેશ કિરીટકુમાર મહાજને પોતે સંસ્કૃતમાં અભ્યાસ કરીને સંસ્કૃતમજ પીએચડી કર્યું છે.કલપેશભાઇનો સંસ્કૃતપ્રેમ વારસાગત છે કારણ કે કલ્પેશભાઇના પિતા પણ સંસ્કૃત વિષયના શિક્ષક હતા.
આવો વિચાર કેવી રીતે આવ્યો?
કલ્પેશભાઈ જોડે માધ્યમની ટીમે વાત કરતા જાણવા મળ્યું કે પોતે સંસ્કૃતપ્રેમી છે અને સંસ્કૃત ભાષાને જાળવી રાખવા માટે તેઓને આ વિચાર આવ્યો.
ભારતીય સંસ્કૃતિ અને ભાષાને જાળવી રાખવા માટે આવા ઉત્તમ કાર્યો હમેશા બિરદાવવા યોગ્ય છે.
અન્ય કઈ સેવાઓ કરે છે કલ્પેશભાઈ?
કલ્પશભાઈ ઉત્સાહ સાથે માહિતી આપતાં કહે છે કે ઉનાળામાં ભરબપોરે તાપમા છાશ અને શરબતનું વિતરણ. શ્રમ વિસ્તારની બહેનો માટે સેનેટરી પેડ, ગાયો માટે અનેક સ્થળોએ સિમેન્ટનાં કુંડા, દર મહિને અનેક પરિવારોને રાશન કીટનું વિનામૂલ્યે વિતરણ કરાય છે. કોઈપણ પ્રકારની ડિપોઝિટ કે કોઈપણ પ્રકારના ભાડા વગર ટોયલેટ-ચેર, વ્હીલ-ચેર, વોકિંગ સ્ટીક વોકર બારે મહિના અપાય છે. સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાઓને ચોખ્ખા ઘીની સુખડીનું વિતરણ કરાય છે અત્યાર સુધી ત્રણ લાખ કરતાં વધુ લોકોને વિના મૂલ્ય ભોજનસેવા અપાઈ છે.
સંસ્થા દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓને ભોજન, આર્થિક સહયોગ, કપડાં તથા અન્નદાન અપાય છે. ઉનાળામાં જરૂરિયાત મંદોને ચંપલ તથા શિયાળામાં ભિક્ષુકો તથા રોડ પર રહેતી વ્યક્તિઓને અને જરૂરિયા મંદોને અત્યાર સુધીમાં 3,000 કરતા પણ વધારે ધાબળાનું તથા ચોમાસામાં છત્રીનું વિતરણ તાડપત્રીનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિમાં ભોગ બનેલાઓને તમામ પ્રકારની મદદ કરાય છે. હજારો બાળકોને વિનામૂલ્ય નોટબુક અપાઈ છે હજારો બાળકોને વિનામૂલ્યે ચંપલ સેવા પણ અપાઈ છે.