સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજના સત્ર ની અંદર લોકસભામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતાઓને કહ્યું ‘થેન્ક્યુ’
આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ના અભિભાષણ પર જવાબ આપતા વિપક્ષી પાર્ટીઓ ઉપર જોરદાર હુમલો કર્યો છે. પરંતુ સંસદની અંદર જેટલો માહોલ ગરમ થતો હોય છે એટલી જ રમુજ પણ જોવા મળતી હોય છે ને ક્યાંક ખિલખિલાટ હસવાનું પણ જોવા મળતું હોય છે. પ્રધાનમંત્રી આપેલા ભાષણ વિશે જણાવતા શશી જરૂર અને રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પ્રધાનમંત્રીએ ભાષણ તો સારું આપ્યું છે પરંતુ એમાં ક્યાંય અમારા પ્રશ્નોનો જવાબ નથી.’
અદાણી મુદ્દે પીએમ કશું બોલ્યા નથી – રાહુલ ગાંધી
પ્રધાનમંત્રી મોદીએ ભાષણ આપતા શશી જરૂર ને કહ્યું ‘થેન્ક્યુ શશીજી’
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના કાર્યકાળની વાત કરતી વખતે કોંગ્રેસ ઉપર અનેક પ્રહારો કર્યા હતા અને તેમણે 2004 થી 2014 ના દશકાને લોસ્ટ ડિકેડ કહીને સંબોધ્યો હતો. આ ભાષણ દરમિયાન ઘણા વિભક્તિ સાંસદો સંસદમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ કોંગ્રેસ નેતા શશી જરૂર સંસદમાં બેઠેલા હતા એના માટે થઈને નરેન્દ્ર મોદીએ શશી થરૂરનો આભાર માનતા કહ્યું હતું થેન્ક્યુ શશીજી….