ગુજરાત યુનિવર્સિટીમાં ફરાર પ્રોફેસર સામે લાગ્યા વોન્ટેડના પોસ્ટર મહિલા પ્રોફેસર ની ખોટું નિમણૂક મામલે વિવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં ફરાર પ્રોફેસર સામે લાગ્યા વોન્ટેડના પોસ્ટર મહિલા પ્રોફેસર ની ખોટું નિમણૂક મામલે વિવાદ

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગુજરાતીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રદીપ પ્રજાપતિએ સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર રંજન ગોહિલ ની નિમણૂક કરી હતી.જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાં પ્રદીપ પ્રજાપતિ ફરાર થઈ ગયો છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદીપ પ્રજાપતિ સામે વોન્ટેડ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

source : twitter

પ્રદીપ પ્રજાપતિ ની ભાળ આપનારને આપવામાં આવશે યોગ્ય વળતર.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ અજાણે વ્યક્તિ દ્વારા કેમ્પસની અંદર અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે” ઉપરોક્ત વ્યક્તિની બાળક આપનારને યોગ્ય વર્તન આપવામાં આવશે.પોલીસના સહયોગ કરશો. ફોન કરવા નંબર પર છો સૌજન્ય જાગૃત નાગરિક.”

source : twittersource : twitter

શું છે આખો વિવાદ?
ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં પ્રદીપ પ્રજાપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભૂતકાળમાં પ્રોફેસર રંજન ગોહિલ ની હંગામી ધોરણથી ભરતીથી ઇન્ટરવ્યૂ વિના કાયમી ભરતી કરી દીધી હતી. જે મામલામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.આ રિપોર્ટના આધારે ખોટી ભરતી કરવા બદલ પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ વિરોધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *