ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ નરેન્દ્ર મોદીના માર્ગે ચાલી રહ્યા છે.
મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાતની હરાજી કરી ભેગા થયેલા રૂપિયા સચિવાલયમાં કામ કરતા વર્ગ-૪ ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ અને કેળવણી માટે આપવામાં આવશે.
અધિકારીઓને આપ્યા આદેશ
ગુજરાતની અંદર નરેન્દ્ર અને ભૂપેન્દ્રના નામો ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા છે. એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પણ નરેન્દ્ર મોદીના ડગલે ચાલી અને એમના જેવો જ નિર્ણય લીધો છે. જેના અંતર્ગત મુખ્યમંત્રીને મળતી તમામ ભેટ સોગતોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ તમામ ભેટ- સોગાતોની હરાજી થશે અને એમાંથી મળનારા રૂપિયા માંથી સચિવાલયના વર્ગ ચાર ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ અને કેળવણી માટે વપરાશે.
નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી પ્રથાને,પ્રધાનમંત્રી બન્યા પછી પણ જળવી રાખી
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાને મળેલી ભેટ સોગાતોને હરાજી કરી અને દીકરીઓના અભ્યાસ માટે આવતા હતા.આ વાતનો ખુલાસો તેઓએ એક ભાષણ દરમિયાન કર્યો હતો. પ્રધાનમંત્રી બન્યા પછી પણ તેઓએ આ રિવાજ જાળવી રાખ્યો અને એમને મળેલ ભેટ સોગાતો ની હરાજી કરી.મળેલા રૂપિયા માંથી દીકરીઓના અભ્યાસ માટે ખર્ચો આપે છે.