ગુજરાત પોલીસમાં થશે મોટો ફેરફાર,ગૃહ વિભાગ એક્શનમાં

ગુજરાત પોલીસમાં થશે મોટો ફેરફાર,ગૃહ વિભાગ એક્શનમાં

ગુજરાત પોલીસમાં મોટેભાગે જોવા મળ્યું છે કે કોઈપણ આઇપીએસ અધિકારીની બદલી થઈ ગયા બાદ તેઓ પોતાના માનીતા અધિકારીઓને પણ પોતાની સાથે જે તે જિલ્લા કે શહેરમાં લઈ જતા હોય છે.

ગુજરાત પોલીસ ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એક પેટર્ન જોવા મળી રહી છે

જે અંતર્ગત આઇપીએસ અધિકારીની બદલી થતાં જે તે અધિકારી પોતાના વ્હાલા નીચલા સ્તરના અધિકારીઓને પોતાના શહેર કે જિલ્લામાં લઈ જતા હોય છે. આ વાતને ગૃહ વિભાગ ગંભીરતાથી લઈ રહ્યું છે જેની અંતર્ગત આવા માનીતા કર્મીઓને સાથે રાખતા આઈપીએસ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં અનેકવાર વહીવટી કારણોસર આઇપીએસ અધિકારીઓની બદલી થતી હોય છે

જ્યારે કોઈ પણ આઈપીએસ અધિકારીની બદલી થાય ત્યારે ઘણા બધા અધિકારીઓ પોતાની સાથે એમના જુના વફાદાર સાથીદારોને પણ લઈ જતા હોય છે એની પાછળ બીજા ઘણા બધા કારણો પણ હોય છે જેને લઈને ગૃહ વિભાગ સતર્ક થયું છે.

આકરા નિર્ણય લેવાની તૈયારીમાં ગૃહ વિભાગ
જ્યારથી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં ગૃહ વિભાગ એક્ટિવ જોવા મળી રહ્યું છે. ગૃહ વિભાગે આઇપીએસ અધિકારીઓના વહાલા દવલા ની નીતિ સામે પણ આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે અને આઇપીએસ ઓફિસર નું લિસ્ટ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સરકાર લઈ શકે છે આવા અધિકારીઓ સામે કડક પગલાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *