ગૌતમ ગંભીર પોતાના બોલ્ડ નિવેદનો માટે જાણીતા છે.ગૌત્તમ ગંભીરને ભારત અને શ્રીલંકાની મેચ પહેલા સૌથી મહાન બોલરનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કુંબલે કે ઝહીર ખાન નહીં પણ એક ભારતની ધુરવિરોધી ટિમના પ્લેયરનું નામ આપ્યું હતું.
શ્રીલંકાના આ સ્પિનરને મહાન કહ્યો-
આવી સ્થિતિમાં કોલંબોમાં શ્રીલંકા વિરૂદ્ધ ભારતની સુપર-4ની ટક્કર પહેલા પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરી હતી. ગૌતમ ગંભીરે શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તે વિશ્વના સૌથી મુશ્કેલ બોલરોમાંથી એક છે જેની સામે તે તેની કારકિર્દીમાં રમ્યો છે.
વર્લ્ડ કપ ફાઇનલમાં ગંભીરે રમી મહત્વની ઇનિંગ-
ગંભીરે કહ્યું કે શ્રીલંકાના સ્પિનરને હંમેશા તેના બોલ પસંદ કરવામાં મુશ્કેલી પડતી હતી. ગંભીરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2011 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકા સામે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મુરલીધરને તેની ટેસ્ટ કારકિર્દીમાં 133 મેચમાં 800 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 300 ODI મેચમાં 534 વિકેટ અને 12 T20I મેચોમાં 13 વિકેટ લીધી છે.
ગંભીરે શું કહ્યું?
ગંભીરે વધુમાં કહ્યું, “તમે તેની (મુરલીધરન) વિશેષતા વિના 800 વિકેટ ન લઈ શકો. તે ક્રિકેટનો દિગ્ગજ છે. શ્રીલંકામાં તેનો સામનો કરવો એ સૌથી મોટો પડકાર હતો, ખાસ કરીને જ્યારે તે કૂકાબુરા બોલથી બોલિંગ કરી રહ્યો હતો.