મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર કેવી રીતે બિલીપત્ર ચઢાવવા અહીંયા જાણો બીલીપત્ર તોડવા-ચડાવવાનો નિયમ
મહાશિવરાત્રી આ વર્ષે 18 ફેબ્રુઆરી 2023 ના દિવસે મનાવવામાં આવશે. આવા તો સૌ જાણે છે કે ભગવાન શિવની પૂજામાં એમને બિલિપત્ર અર્પણ કરવામાં આવે છે. એવામાં આજે આપણે બીલીપત્રને તોડવાનો અને એને કેવી રીતે ચડાવવા એના નિયમ વિશે વાત કરીશું
મહાશિવરાત્રીનું પાવન પર્વ 18 ફેબ્રુઆરી 2023 ના દિવસે મનાવવામાં આવશે. દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં 14 વર્ષના દિવસે મનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી નો વિવાહ થયો હતો. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવાથી વ્યક્તિની સર્વ મનોકામનાઓ પૂરી થાય છે. શિવજીની પૂજામાં બીલીપત્રને ખૂબ જરૂરી માનવામાં આવે છે. બીલીપત્ર વગર ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન શિવ ઉપર બીલીપત્ર ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. એવામાં જો તમે ભગવાન શિવ પર બીલીપત્ર ચઢાવવાનું વિચારી રહ્યા હોય તો તમને જણાવીએ બિલીપત્ર ચઢાવવાનો અને તોડવાનો નિયમ
શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવાનો નિયમ
શિવલિંગ ઉપર હંમેશા ત્રણ પત્તાવાળા બિલીપત્ર અર્પણ કરવા જોઈએ.ધ્યાન રહે તેમાં કોઈ દાગ ના હોવો જોઈએ
બીલીપત્ર તૂટેલા કે વાસી હોવા ના જોઈએ. શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવતા પહેલા બિલિપત્રને બરાબર ધોઈ લેવા અને બીલીપત્રનો ચીકણો હિસ્સો નીચે રાખી સુકો હિસ્સો ઉપર રાખવો.
જો પૂજાના સમયે તમારી જોડે બીલીપત્ર નથી તો ત્યાં રહેલા પત્તાને ધોઈને ફરી પાછા તમે શિવલિંગ ઉપર ચડાવી શકો છો કારણ કે બિલિપત્ર ક્યારેય વાસી કે એઠા થતા નથી.
બીલીપત્ર તોડવાનો નિયમ
બીલીપત્ર તોડતા પહેલા ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ અને પત્તા તોડતા પહેલા ડાળીને નમસ્કાર કરવા.
બિલીપત્ર ના પત્તા ને ચોથ,આઠમ,નોમ,પ્રદોષ વ્રત,શિવરાત્રી,અમાસ અને સોમવારના દિવસે ન તોડવા જોઈએ. તમારે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાના હોય તો આ તિથિઓથી એક દિવસ પહેલાં બીલીપત્ર તોડીને રાખી લેવા.
શિવલિંગ ઉપર બીલીપત્ર ચઢાવવાના ફાયદા
બીલીપત્ર ચડાવ્યા પછી જળ ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો એવું કરવાથી તમારા જીવનના તમામ સંકટ દૂર થાય છે.
જો શિવ પૂજા દરમિયાન બીલીપત્ર અર્પણ કરે છે તો એમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
બીલીપત્ર ઉપર ચંદન થી રામ અથવા ઓમ નમઃ શિવાય લખીને અર્પણ કરવા જોઈએ જેનાથી સર્વ મનોકામનાઓ પૂરી થાય છે.