મહારાષ્ટ્રમાં મોટો ઉલટફેર : અજિત પવાર નો બળવો,બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM

મહારાષ્ટ્રમાં મોટો ઉલટફેર : અજિત પવાર નો બળવો,બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM

NCPના અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી બળવો કરીને શિંદે સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સીએમ એકનાથ શિંદે હાલ મહારાષ્ટ્રના રાજભવનમાં હાજર છે અને શક્યતાઑ સેવાઇ રહી છે કે અજિત પવાર,છગન ભુજબળ સહિતના નેતાઓ સાથે શિંદે સરકારને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી અજિત પવાર વિપક્ષના નેતા હતા તેમ છતા કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુધ્ધ બોલવાનું ટાળતા હતા, સૂત્રો પ્રમાણે શરદ પવારના નજીકના પ્રફુલ્લ પટેલ પણ અજિત પવાર સાથે હજાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જે નેતાએ કેટલીય સરકારો તોડી આજે એનિજ પાર્ટી તૂટી ગઈ

NCPના નેતા શરદ પવાર તોડજોડ માટે જાણીતા છે. શરદ પવારે કોંગ્રેસમાંથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી હતી. શરદ પવાર હમેશા સત્તામાં રહેવા માટે જાણીતા છે પરંતુ આજે એમના જ ભત્રીજા અજિત પવારે એમને મોટો ઝટકો આપ્યો છે.

દિલિપ પાટિલ,છગન ભુજબળ,અનિલ પાટિલ અને ધનંજય મુંડે પણ અજિત પવારની સાથે

+

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *