હિન્દુ ધર્મમાં મુખ્ત્વ્યે ઉજવાતા તહેવારોમાંથી એક હોળીનો તહેવાર છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ દિવસે ચાર રસ્તા અથવા પાર્ક કે મેદાનમાં હોલિકા પૂજા કરવામાં આવે છે અને શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દહન પહેલા વિધિ અનુસાર પુજા કરો. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓને હોમવું શુભ માનવામાં આવે છે.
નોકરી ધંધામાં લાભ
હોલિકા દહન દરમિયાન, અમુક વસ્તુઓને અર્પણ કરવાથી સારા નસીબ લાવશે અને તમારી કારકિર્દીમાં તમને મદદ કરશે. અને, પરિણામે, તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સફળ થશો.
7 માર્ચે હોલિકા દહન નામની અગ્નિ પૂજા વિધિ કરતી વખતે કેટલીક વસ્તુઓ હોળીમાં અર્પણ કરો અને તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહેશે. આવો જાણીએ આ હોળીમાં કઈ વસ્તુઓ અર્પણ કરશો.
હોલીમાં આ વસ્તુઓ અર્પણ કરો
શેરડી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનમાં શેરડી અર્પણ કરવી અને શેરડી શેકવી એ ખૂબ શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે હોળીની અગ્નિમાં શેરડી શક્યા બાદ શેરડી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે અમુક લોકો અગ્નિમાં શેરડીની આહુતિ પણ આપે છે.
ઘઉં
હોલિકા દહન વખતે શાસ્ત્રો અનુસાર લોકો અન્નની આહુતિ પણ આપે છે હકીકતે આ સમયમાં ઘઉંનો પાક ખેતરમાં આવી જાય છે એટલા માટે ઘણા લોકો હોળી પૂજન માં ઘઉં અર્પણ કરે છે અને હું માનવામાં આવે છે કે ઘઉંના અર્પણ થી ઘરની અંદર માતા અન્નપૂર્ણા ની કૃપા બની રહે છે અને પરિવાર સાથે ખાધે-પીધે સુખી રહે છે.
ચોખા
હિંદુ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનમાં ચોખા નાખવાની પ્રથા ખૂબ જૂની છે અને વિધિવિધાન મુજબ એવું માનવામાં આવે છે કે ચોખાના રૂપમાં વ્યક્તિ પોતાની નકારાત્મક ઊર્જાને દહન કરે છે અને આવું કરવાથી વ્યક્તિના જીવનમાં હકારાત્મક ફેરફારો આવે છે.
પતાસા
એવું કહેવાય છે કે માતા લક્ષ્મી ને પતાસા ખૂબ જ પ્રિય છે ને એટલા માટે થઈને હોલિકા દહનમાં પતાસા અર્પણ કરવામાં આવે છે જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એમનો વાસ ઘરમાં થાય. હોળીના તહેવાર વખતે લોકો પતાસા અને ખજૂર મોજથી ખાતા જોવા મળે છે.
છાણા
આજકાલ શહેરી વિસ્તારોમાં લાકડાનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ તે માનવામાં આવે છે કે હોલિકા દહન વખતે પાંચ પાંચ છાણાની જોડી બનાવી અને એની સાંજે વિધિ અનુસાર પૂજા કરી હોલિકા દહનમાં અર્પિત કરવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે