અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર

આગામી 08/02/2023 થી 11/02/2023 ના રોજ અમદાવાદ શહેર ખાતે જી-૨૦ સમિટ અંતર્ગત અર્બન-20 કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે આ સંજોગોમાં દેશ વિદેશના મહાનુભાવો પધારનાર છે. આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને અસામાજીક તત્વો દ્વારા કોઇ ઇચ્છનીય બનાવ નબને તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. સાવચેતિના ભાગ રુપે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 8 થી 11 ફેબ્રુવારી દરમ્યાન નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ડ્રોન કેટેગરીનો જો વાત કરવામાં આવેતો તેમાં અમાનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો સમાવેશ કરવામાં આવે છે. 

જી-20 મા પધારનારા મહાનુભાવો તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે  ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને 1973 (1974 ના નં-2 ની) કલમ-144 અન્વયે 08-02-2023 થી 11-02-2023 સુધી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં આ નિયમ લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ સને -1860 ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી PSI સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *