ઝાલોદ ડેપોના કર્મચારીઓની ઈમાનદારી, ડ્રાઈવર પી ડી પગી અને કંડક્ટર કે ડી પટેલે ડ્યૂટી દરમિયાન એક મુસાફર પોતાનો કીમતી સામાન ભૂલી જતાં એમને પરત આપ્યો, આ સામાન એટલો કીમતી હતો કે બંને કર્મચારીઓના કેટલાય મહિનાના પગાર આવી જાત પણ બંને માટે એમનું ઈમાન વધારે કીમતી હતું .
લાલપુર થી પિટોલ આવતી બસમાં એક મુસાફર ધ્રોલ થી સંતરામપુરનું રિઝર્વેશન કરાવેલ.તારિખ 21/05/2023 ના રોજ સંતરામપુર આવતા મુસાફર પોતાનો કિંમતી સામાન તેમજ રોકડ ૭૫૦૦૦ પંચોતેર હજાર પૂરા ભૂલી ઉતરી ગયેલ. અડધા કલાક પછી અચાનક યાદ આવતા ઝાલોદ ડેપોના કન્ટ્રોલર વી એસ સૈયદને સંપર્ક કરતા પીટોલ લાલપુર બસ ઝાલોદ ડેપો ખાતે આવતા ટીસી વી એસ સૈયદ તેમજ એ ટી આઇ શ્રી મુકેશ ભાઈ પટેલ દ્વારા શોધખોળ કરતા બસ માંથી થેલો મળી આવેલ.
થેલા માં ચેક કરતા 75000, રૂપિયા તેમજ કિંમતી સામાન બસમાંથી મળી આવેલ.જે મૂળ માલિકના પુરાવા ની ખરાઈ કરી તેમજ ટિકિટ મેળવી સહી સલામત યુનિયનના આગેવાન શ્રી રાકેશ ભાઈ કામોળની હાજરીમાં સુપરત કરેલ.મુસાફર દ્વારા ઝાલોદ ડેપોના ડેપો મેનેજરશ્રી મુનીયાજી તેમજ ટી સી અને.એ ટી આઈ શ્રી તેમજ ફરજ પરના ડ્રાઈવર પી ડી પગી બેઝ નંબર 705 સંતરામપુર ડેપો તેમજ કન્ડક્ટર કે ડી પટેલ બેઝ નંબર 1305 તેમજ એસટી નિગમનો અને કર્મચારીઓની ખૂબ ખૂબ આભાર માનેલ.