ગયા વર્ષે ડિસેમ્બર સુધી paytm માં અલીબાબા ની કુલ ભાગીદારી 6.26% હતી. આની પહેલા જાન્યુઆરી 20023 માં અલીબાબાએ ઓપન માર્કેટમાં ત્રણ ટકા હિસ્સો વેચવો હતો અને બાકીનો હિસ્સો શુક્રવારે વેચી દીધો.
અઠવાડિયામાં ગુરુવાર સુધી પેટીએમ ના શહેરોમાં રોનક જોવા મળી રહી હતી, રોકાણકારોને લાગી રહ્યું હતું કે આ તેજી આગળ વધી શકે છે કારણ કે તમામ બ્રોકરેજ એજન્સીઓએ paytm ને સારી રેટિંગ આપી હતી. પરંતુ શુક્રવારે paytm નો શેર ગબડ્યો હતો જેનું કારણ હવે જાહેર થયું છે.
Paytm ની પેરેન્ટ કંપની One 97 કમ્યુનિકેશન્સના શેરમાં શુક્રવારે અંદાજે 7.8% ઘટાડો સતા શેર 650 રૂપિયા ઉપર બંધ થયો હતો જ્યારે શેર 705 રૂપિયામાં ઓપન થયો હતો. એ દિવસે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં paytm નો શેર 9 ટકા સુધી પડ્યો હતો. શેરના ભાવ ઘટવાની પાછળ ચાઈનીઝ કંપની અલીબાબા ગ્રુપ દ્વારા જે બ્લોક ડીલ દ્વારા પેટીએમ માં પોતાની પૂરેપૂરી હિસ્સેદારી વેચી એ ઘટના જવાબદાર માનવામાં આવે છે
Paytm ઉપરથી ચાઈનીઝ કંપનીનું ટેગ ઘટ્યું
જણાવી દઈએ કે પેટીએમમાં અત્યાર સુધી ચાઈનીઝ કંપની અલીબાબા નું રોકાણ હતું જેના કારણે થઈને ઘણા રાજકારણીઓ અને લોકો સોશિયલ મીડિયા ઉપર paytm ને ચાઈનીઝ કંપની પણ ગણાવી રહ્યા હતા. જોકે paytm ની શરૂઆત ભારતમાં થઈ હતી અને એના ફાઉન્ડર વિજય શેખર શર્મા છે.
Paytm એ રોકાણકારોને રોતા કર્યા
જણાવી દઈએ કે paytm નું લિસ્ટિંગ વર્ષ 2020 માં થયું હતું અને લિસ્ટિંગ સાથે જ paytm ના શેર ના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે. Paytm ના લિસ્ટિંગ પછી અત્યાર સુધી પેટીએમ નો શેર 58% સુધી નીચે પડ્યો છે.
વધી શકે છે paytm ના ભાવ,એજન્સીની ભવિષ્યવાણી
તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે પેટીએમ એ છેલ્લા ક્વાર્ટર માં નફો કર્યો છે જેને લઇને paytm ના ભાવ વધી શકે છે અને જે પી મોરગન અને ગોલ્ડમેન સેશ જેવી કંપનીઓ દ્વારા paytm નો ટાર્ગેટ ભાવ 950 અને 1150 કરવામાં આવ્યો છે.