બાબાના કાર્યક્રમમાં ભાજપ અને કોંગી નેતાઓ દેખાશે
રાજકોટમાં બાગેશ્વરધામ સરકારનો દિવ્ય દરબાર યોજવાનો છે. આ બાબતને લઈને કોંગ્રેસ સહિત ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે પરંતુ આ સમારોહ પહેલા રાજકોટ ખાતે બાગેશ્વરધામનું કાર્યાલય શરૂ થઈ રહ્યું ચડે અને આ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ હજાર રહેવાના છે જેની એક પત્રિકા પણ ફરતી થઈ છે.
એક તરફ કોંગ્રેસ બાગેશ્વર બાબાનો વિરોધ કરી રહી છે જ્યારે બીજી બાજુ અમુક કોંગ્રેસી નેતાઓના નામ આ પત્રિકામાં જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા વરવ્ન્વર મીડિયામાં બાબાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં ધિરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર પોતાનો દરબાર ભરશે
ધિરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર રાજકોટ,અમદાવાદ અને સુરતમાં પોતાનો દરબાર ભરી રહ્યા છે.બાબાના દરબારમાં લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે અને બાબા તેમના માંની વાત જાણી એમની સમસ્યાઓનો ઉકેલ કરતાં હોવાનો દાવો કરવામાં આવે છે.