સ્વાર્થી આ શબ્દ સાંભડતાં એવું ના સમજવું કે હું તમને પૈસા કે પ્રોપર્ટીના બાબતે સ્વાર્થી થવા કહું છું પણ એમ સમજવું કે હું તમને તમારા માટે, તમારા સ્વાસ્થ્ય માટે સ્વાર્થી થવા કહું છું. ઘરમાં રહેતા પુરુષો કહે છે કે પૈસા કમાવા જઈએ છીએ એટલે પોતાના માટે સમય નથી. અને ઘરમાં રહેતી સ્ત્રીઓ કહે છે ઘરનાં કામો કરી છી એટલે પોતાના માટે સમય નથી. જુવાનો કહે છે કે social media વાપરી છીએ એટલે પોતાના માટે સમય નથી મડતો…
પણ ક્યારેય વિચાર્યું કે સદીયોથી, યુગોથી જે 24 કલાક ચાલતા આવ્યા છે એજ 24 કલાક આજે પણ છે. પણ આપણી પાસે આપણાં માટે જ સમય નથી એનું કારણ શું છે? ચાલો હું જ કહી દવ.. એનું કારણ છે આપણને ખબર જ નથી કે આપણો કયો સમય કોને આપવો અને કેટલો આપવો. અને એના લીધે આપણે પાછડથી શિકાયતો કરી છી કે જીવન આખું બીજા માટે ઘસાઈ ગયા ને કિંમત આપણી કોઈએ કરી નહીં.. અને એટલા માટે જ મેં કીધું કે ચાલો થોડા સ્વાર્થી થઈ જઈએ અને પોતાને થોડું સારું ફીલ કરાવીએ. દિવસનો થોડો સમય પોતે જ પોતાની જાતને આપીને અમુક સારી અને કહેવામાં ખૂબ સસ્તી પણ જીવન માટેની ખૂબ મોંઘી આદતો અપનાવી.
1 – આભાર વ્યક્ત કરો (Show Gratitude) – સાચું કહો.. ખરાબ સમયમાં ભગવાનને યાદ કરો છો પણ સારા સમયમાં કેટલીવાર યાદ કરો છો? દિવસમાં કેટલીવાર યાદ કરો છો? દિવસ શરૂ થતાં જ અને દિવસ પૂરો થતાં પહેલા 1 મિનિટ તમે ભગવાનને ના આપી શકો? 24 કલાકમાંથી ફક્ત 2 મિનિટ તમને પ્રાથના કરવાની છે રોજ. આભાર વ્યક્ત કરવાનો છે તમને જે જીવન મળયું છે એના માટે, નવો દિવસ જોઈ શકો છો એના માટે.. તમને મારા પર વિશ્વાસ નહીં આવે પણ સાચું કહું છું તમારું જીવન બદલાઈ જશે આનાથી અને તમને ખબર પણ નહીં પડે. આભાર વ્યક્ત કરવાથી હું પણાંનો અહંકાર મટે છે અને પોતાના અંદર નિસ્વાર્થ ભાવ જન્મે છે.
2 – એકલા બેસો – માણસ સવથી વધુ ડરે છે પોતાની જાત સાથે બેસવા માટે. એ સતત લોકો સાથે, ફોન, ટીવી સામે દિવસ આખો બેસી શકે છે પણ પોતાની સાથે 5 મિનિટ પણ બેસતા એને નથી ગમતું. મન વ્યાકુળ થવા લાગે છે એનું.. પણ હકીકતમાં દરેક વ્યક્તિએ પોતાની સાથે ઓછામાં ઓછું 5 મિનિટ બેસવું જોઈએ. પોતાની સાથે વાતો કરવી જોઈએ. એનાથી તમને તમારું self reflection જોવા મડશે. તમે તમારા વિચારોને વધુ સારી રીતે જાણી શકશો. અને જે આપણે કહેતા હોઈએ છીને કે કોઈ મને સમજતું જ નથી.. એ કહેવાનું હમેશ માટે બંધ થઈ જશે.
3 – કલા સાથે ઓડખાણ કરો – એટલે કે તમને ગમતું કાર્ય કરો જેમકે ગરબા રમવા, ચિત્ર દોરવું, લખવું, વાંચવું, વૃક્ષને પાણી પાવું.. જે તમને ગમે, જેના ભલે પૈસા ના મળે પણ તમને ખુશી બમણી મળે એવું કઇંક કરો. ભલે રોજ ના કરી શકો પણ અઠવાડિયામાં એકવાર તો કરી જ શકો ને? એટલું બધું અઘરું તો નથી જ અને આવું કરવાથી તમારા રોજિંદા જીવનનાં કાર્ય કરવામાં તમને વધુ સ્ફૂર્તિ મડશે. તમે અંદરથી ખુશ થઈ જશો. એટલા માટે જ જીવનમાં કલાનું ખુબ મહત્વ છે. અને દરેક મનુષ્યમાં કોઈકને કોઈક કલા છુપાયેલી જ હોય છે બસ વાર હોય છે તો એને ગોતવાની.
4 – ચાલવા જાવો – હું સતત મારા વિડિયોમાં કહેતી હોવ છું કે મન અને શરીરને તંદુરસ્ત રાખવા દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દિવસમાં 45 મિનિટ કોઈના પણ સાથ વગર એટલે કે કોઈ વ્યક્તિ, ફોન, ગીતો વગર પોતાની કંપનીને માણતા માણતા ચાલવું જોઈએ. પોતાના વિચારો સાથે જોડાવું જોઈએ. આ આદત તમારી ચિંતાને ઘટાડે છે, કોઈ મૂંઝવણમાં હોવ તો નિરાકરણમાં મદદ કરે છે.
5 – મંદિરે જાવો – પહેલાના જમાનામાં ઘરમાં પણ મંદિરો માટે અલગ ઓરડો હતો પણ હવે જેમ જેમ ઘર મોટા થતાં જાય છે એમ એમ મંદિરો નાના થતાં જાય છે અને એટલા માટે ઘરના મંદિરમાંથી મળતી ઉર્જા પણ ઓછી થતી ગઈ છે. તમારા ઘરનાં આજુબાજુમાં કે પછી કોઈ પણ મંદીરમાં રોજ અથવા 2/4 દિવસે એક વાર જવું જોઈએ. Divine Energy / Supreme Energy થી જોડાવું જોઈએ. જે તમને આધ્યાત્મિક રીતે જોડી રાખે. જ્યાં તમે તમારા અંદર રહેલી ગમે એટલી Negative Energy લઈને જાવો પણ બારે નિકડો ત્યારે અદલાબદલીમાં તમારા અંદર ઘણી positive energy transfer થઈ ગઈ હોય છે.
6 – તમારા પરિવાર સાથે ભોજન કરો – આજની ભાગતી દોડતી દુનિયામાં પરિવારના લોકોને પણ પરિવાર માટે સમય નથી. એવામાં આપણાં ઘરનો કાયદો કહો કે પછી આપણી આદત કહો એવી હોવી જોઈએ કે દિવસનું એક સમયનું ભોજન હું પરિવાર સાથે કરીશ. કહેવાય છે કે પરિવાર એકસાથે બેસીને જ્યારે જમે ત્યારે વાતાવરણ હસી મજાક વાળું હોય છે, જ્યાં લોકો પોતાના દિનચર્યાની ચર્ચા કરીને એક બીજાને મદદ કરે છે. અને એના લીધે depression, anxiety જેવી બિમારીઓથી વ્યક્તિ દૂર રહે છે. મોટી બીમારી કરતાં નાની નાની આદતો સારી જીવનમાં.
7 – ડાઇરી લખો – ડાઇરી લખવાની આદતથી તમારા મનમાં, દિલમાં રહેલો ગુસ્સો લખવાના માધ્યમથી વ્યક્ત થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે. રોજિંદા જીવનની થકાવટ તમારા જીવનનો એક સારો પ્રસંગ બની જશે. તમે તમારી જાતને વધુ સારી રીતે જાણવા લાગશો. શરૂવાતમાં થોડું અઘરું લાગી શકે છે પણ થોડા દિવસ પછી તમને મજા આવવા લાગશે. તમારી ડાઇરી તમારી બેસ્ટ ફ્રેન્ડ બની જશે.
આ હતી 7 આદતો જે તમને તમારા જીવનમાં ઉમેરવાની છે અને આ આદતો તમને આજે જે છો એના કરતાં વધુ સારા અને સ્વસ્થ વ્યક્તિ બનવામાં મદદ કરશે. ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પણ. ભલે તમે આમાંથી 7 એ 7 આદતો ના અપનાવો પણ જો તમે 3/4 પણ અપનાવી લિધીને તો મારો અને તમારો બંનેનો બેડો પાર છે એ તો નક્કી જ.. તો થશોને થોડા સ્વાર્થી, પોતાના માટે?
લેખિકા – હિના સોલંકી
(ઉપરોક્ત લખાણ જે તે લેખક કે લેખિકાના સ્વતંત્ર વિચારો છે તેમજ આ લેખ ખાસ કરીને બોલચાલની ભાષામાં લખાયેલ છે માટે શબ્દો કે વ્યાકરણની ભૂલ કાઢવી નહીં)