રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અનીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હતું. જે સહાય અંગે આજે જાહેરાત કરાઈ છે.જાહેરાતમાં નાના અને મધ્યમ વેપારીઓનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે.
નર્મદાના પૂરથી થયેલ નુક્શાનીનું સહાય પેકેજ જાહેર
ધંધાકીય ઘરોમાં નુક્શાની અંગે સહાય પેકેજ જાહેર
ભરૂચના 40 ગામો, બે શહેરોને મળશે પેકેજનો લાભ
વડોદરાના 31 ગામો, નર્મદાના 32 ગામોને થશે ફાયદો
31 ઓક્ટોબર સુધી કરવાની રહેશે
અસરગ્રસ્તોએ અરજી
લારી અને રેંકડીવાળાને 5 હજારની સહાય ચૂકવાશે
નાની કેબિન-ગલ્લાવાળાને 20 હજારની સહાય ચૂકવાશે
મોટી કેબિન ધારકોને 40 હજારની સહાય ચૂકવાશે
નાની અને માધ્યમ પાકી દુકાનધારકને 85 હજારની સહાય
મોટી દુકાન ધરાવનારને 7 ટકાના દરે 20 લાખની લોન સહાય
7 ટકાના દરે વધુમાં વધુ 5 લાખની કરાશે સહાય
20 લાખની લોન સહાયમાં 3 વર્ષ સુધી વ્યાજ માફ કરાશે