અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું જાહેરનામું સિંધુભવન માર્ગ રહેશે ત્રણ દિવસ માટે બંધ.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું જાહેરનામું સિંધુભવન માર્ગ રહેશે ત્રણ દિવસ માટે બંધ.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં જે જી-20 મીટીંગ થઈ રહી છે એના અનુસંધાને તારીખ 8 ફેબ્રુઆરી 2023 થી તારીખ 11 ફેબ્રુઆરી 20023 સુધી ટોરફેન્સટર ટી થી હોટલ તાજસ્કાય લાઈન સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

આ માર્ગ બંધ રહેતા અમદાવાદઓને હાલાકી ભોગવવી પડશે, જોકે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગની પણ વિગતો આપવામાં આવી છે જે અંતર્ગત થી જમણી બાજુ વળી ઔડા ચાર રસ્તા થી ડાબી બાજુ વળી સર્વિસ રોડ ઉપરથી અવર-જવર કરી શકાશે તેમજ ટોલફેન્સટર થી ડાબી બાજુ વળી ઓરનેટ પાર્ક થઈ સિંધુભવન રોડ તરફ અવરજવર કરી શકાશે.

એની સાથે સાથે જાહેરનામા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ ઉપર વાહન પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

જાણો કયા વાહનો આ રસ્તા ઉપર થી અવરજવર કરી શકશે?

સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ,એમ્બ્યુલન્સના વાહનો આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

આ જાહેરનામું 8 ફેબ્રુઆરી 2023 થી તારીખ 11 ફેબ્રુઆરી 2023 સુધી લાગુ રહેશે.

શું છે G20 મીટીંગ?

ભારત આ વર્ષે G20 દેશોનો પ્રમુખ બન્યું છે એના અંતર્ગત ભારતની અંદર અલગ અલગ દેશોના મંત્રીઓ રાજગુરુ અને અધિકારીઓની મીટીંગ થઈ રહી છે જે અંતર્ગત અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. G20 ની અંદર 19 દેશો અને એક યુરોપિયન યુનિયન નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *