VIDEO : કબડ્ડી મેચમાં સર્જાયો અકસ્માત, મુંબઈના મલાડમાં ચાલુ મેચમાં ૨૦ વર્ષીય યુવકનું મોત.

કબડ્ડી મેચમાં સર્જાયો અકસ્માત, મુંબઈના મલાડમાં ચાલુ મેચમાં ૨૦ વર્ષીય યુવક નું મોત.

કબડ્ડી મેચ દરમિયાન અકસ્માત સર્જાયો છે. મુંબઈના મલાડ વિસ્તારમાં ગુરુવારે કબડ્ડી રમતી સમયે ૨૦ વર્ષીય એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું. ત્યાં રહેલ પ્રેક્ષકો એ તરત જ પોલીસને જાણ કરી ત્યારબાદ યુવકને નજીકની હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં મૃત જાહેર કરાયો.પોલીસના કહ્યા મુજબ “મૃતક ની ઓળખાણ કીર્તિરાજ મલ્લનના રૂપમાં થઈ છે,જે મલાડની એક કોલેજ દ્વારા આયોજિત એક કબડ્ડી મેચમાં રમી રહ્યો હતો. રમતા સમયે એમને પોતાના સ્પર્ધક ટીમ ના ખિલાડી ને સ્પર્શ કરવાની સમયસીમા પૂરી કરી હતી. પોતાની ટીમમાં આવતા સમયે અચાનક જ નીચે પડી ગયા હતા.

Source : Twitter


મૃત શરીર ને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ વૈકલ્પિક વિવાદ નિવારણ (એડીઆર ) ના હેઠળ મામલો દર્જ કરવા માં આવ્યો. મેચ દરમ્યાન અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિડીયો ના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.કીર્તિરાજ મલ્લન મુબંઈ ના સંતોષ નગર નો રહેવાસી હતો જે ગોરેગાંવ ના વિવેક કોલેજ માં બી કોમ પ્રથમ વર્ષ નો વિદ્યાર્થી હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *