પોરબંદરનો વર અને આસામની દુલ્હન…ઓનલાઈન મળી લેડી ડોન વહુ…
પોરબંદરમાં રહેતા એક પુરુષને ઓનલાઇન શોધેલ જીવનસાથી નો થયો કડવો અનુભવ.
આજના ડિજિટલ જમાનામાં તમામ વસ્તુઓ ઓનલાઇન થવા લાગી છે એવી જ રીતે જીવનસાથીની પસંદગી પણ હવે ઓનલાઈન મેટ્રોમોનીયલ સાઈટ દ્વારા થવા લાગી છે. જો તમે પણ ઓનલાઇન જીવનસાથી શોધવાનું વિચારતા હોય અને ઓનલાઇન પાત્ર શોધી લગ્ન કરવાનું વિચારતા હોય તો ચેતી જશો, પોરબંદરમાં રહેતા એક પુરુષને ઓનલાઇન શોધેલ જીવનસાથી નો થયો કડવો અનુભવ.
પોરબંદરના યુવાનના લેડી ડોન સાથે થયા લગ્ન
પોરબંદર એસપી ઓફિસમાં કરેલ અરજી મુજબ પોરબંદરની જલારામ કુટીરમાં રહેતા વિમલ કરિયાએ shaadi.com મારફતે આસામના ગુહાટીની રીના દાસના સંપર્કમાં આવ્યો હતો. ઓનલાઇન વેબસાઈટ ની અંદર રીના એ પોતે ગરીબ અને ડિવોર્સી હોવાનું વિમલને કહ્યું હતું. વિમલ એ પુરાવા માંગતા એ કહ્યું હતું કે નાનપણમાં તેના લગ્ન થયા હોવાથી આવા કોઈ પુરાવા તેની જોડે નથી. ત્યારબાદ રીટા અને વિમલ અમદાવાદમાં એકબીજાને મળ્યા હતા અને થોડા દિવસો પછી બંને લગ્ન કર્યા. જોકે લગ્નના છ મહિના દરમિયાન ઘણી બધી ઘટનાઓ બની કે જે શંકા જન્માવે એવી હતી તેમ છતાં લગ્નના છ મહિના પછી એક ફોન કોલ આવ્યો અને રીટા આસામ જાય છે અને ત્યારબાદ એ પાછી ફરતી નથી. પછી વિમલભાઈ ની શંકા જતા તેઓએ google સર્ચમાં તપાસ કરતા ખબર પડે છે કે જે તેમની રીના હતી એ હકીકતમાં આસામની લેડી ડોન છે અને આ સાંભળતા જ એમના પગની નીચેથી જમીન સરકી જાય છે ત્યારબાદ તેમના દ્વારા પોરબંદર એસપી ઓફિસમાં અરજી કરવામાં આવેલી છે.
કોણ છે આ કારચોર દુલ્હન?
વિમલ ભાઈએ google માં પત્ની વિશે સર્ચ કરતા એની ક્રાઇમ કુંડળી બહાર આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તેનું નામ રીટા દાસ નહીં પરંતુ રીટા ચૌહાણ છે અને તે ગુનાહિત કાવતરું આમ કે ચોરી લૂંટફાટ સ્મગલિંગ વગેરે જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે
રીટા ચૌહાણ નો અસલી પતિ પણ કારચોર છે
12 પાસ અનિલ ચૌહાણ ની ગુનાહિત સફર પણ ફિલ્મની સ્ટોરી જેવી છે. આસામના તેજપુર નો રહેવાસી અનીલ એક સમયે દિલ્હીમાં ઓટો ચલાવતો હતો પરંતુ અનિલના શોખ મોટા હતા એટલા માટે થઈને એ કારચોર બની ગયો અને 1990 માં સૌથી વધુ મારુતિ 800 ની ચોરી કરી હતી. ત્યારબાદ એણે દેશના અલગ અલગ રાજ્યમાંથી 5,000 થી વધુ કારની ચોરી કરી છે. એના માટે થઈને અનિલ ઉપર 200થી વધુ કેસ નોંધાયેલા છે
- બે રાજપૂત ભાઈઓએ 171 વીઘા જમીન ગૌચરમાં આપી દીધી,ઓફિસે જઈને દસ્તાવેજ આપી દીધારાજસ્થાનના બાડમેર (badmer)જિલ્લાના બે ભાઈઓએ 171 વીઘા જમીન પશુઓના ચારા માટે દાનમાં આપીને શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. જેની આજે ચારેતરફ ચર્ચા થઈ રહી છે. બંને ભાઈઓએ પોતાના ખાતે રહેલી જમીન પશુઓને ચરવા માટે રાજીખુશીથી દાનમાં આપી દીધી છે. બંને ભાઈઓએ ઉપખંડ અધિકારીની સામે પોતાના દસ્તાવેજો આપ્યા હતા. આજના આ યુગમાં કેટલાય લોકો ગૌવંશને ચરવા…
- GIFT CITY: આરબીઆઇ એ GIFT Cityમાં NRI ને ફોરેન કરન્સીમાં અકાઉન્ટસ ખોલવાની મંજૂરી આપીRBI એ IFSC ની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ, 2019 મુજબ નાણાકીય સેવાઓ અથવા નાણાકીય ઉત્પાદનો મેળવવા માટે અધિકૃત વ્યક્તિઓને રેમિટન્સની સુવિધા આપવાનું નક્કી કર્યું.ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ (IFSCs) પર રેમિટન્સનો વિસ્તાર વિસ્તાર્યો છે જે ભારતીય રહેવાસીઓને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં…
- વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિન.) યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓઆજ રોજ રેડ & વ્હાઇટ મલ્ટિમડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓએ વિવિધ યોગ મુદ્રાનું પ્રદર્શન કરી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના 10માં પર્વની ઉજવણી કરી હતી. અહીં ખાસ બાબત છે કે આજે 21જૂન એટલે વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિનિટ્સ) દેશનું ધગધગતુ ભવિષ્ય એવા યુવા વિદ્યાર્થીઓએ દેશ માટે અને પોતાના સ્વાસ્થ્યની કેળવણી માટે આ પ્રસંગમાં ઉત્સાહપૂર્વક ભાગ…
- જમ્મુમાં પોલીસ-સેનાના જવાનો વચ્ચે ઝપાઝપી, ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સામે હત્યાના પ્રયાસનો ગુનોજમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સેનાના જવાનો સામે હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપ હેઠળ કેસ નોંધાયો છે. અહેવાલો અનુસાર, મંગળવારે (28 મે) મોડી રાત્રે કુપવાડા પોલીસ સ્ટેશન પર સેનાના જવાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ટેરિટોરિયલ આર્મીના જવાનની પૂછપરછ કરવામાં આવતા સેનાના જવાનો ગુસ્સે થઈ…
- 55 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની સેવા કરી રહ્યા છેદેશભરના રાજ્યોમાં ભીષણ ગરમીનો કાળો કહેર વરસી રહ્યો છે, અને રાજસ્થાનમાં ખાસ કરીને ભારત-પાકિસ્તાન સરહદે તાપમાન નવા કિર્તિમાન સર કરી રહ્યું છે. આ વિસ્તારમાં તાપમાન 55 ડિગ્રીને પાર કરી ગયું છે, જે અસહ્ય ગરમીનો પરિચય આપે છે. તેમ છતાં, આ કરાળી ગરમીમાં પણ સરહદે તૈનાત ભારતીય સેનાના જવાનોનો “જોશ હાઈ” છે અને તેઓ અદમ્ય સદ્દભાવના…