છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરને પકડવા માટે મુહિમ ચલાવી રહ્યું છે.AMCના અધિકારીઓ જ્યારે ઢોરપાર્ટી સાથે ઢોર પકડવા જતાં હોય છે ત્યારે છાશવારે ઢોરપાર્ટી પર હુમલાના બનાવો બને છે.
સૂત્રો મુજબ મહિલા અધિકારી ઢોર પકડવાનો આદેશ આપ્યો ત્યારે ઢોરપાર્ટી દ્વારા માત્ર 2 જ ઢોર પકડાતાં મહિલા અધિકારી પોતે સાથે જઈને 35 ઢોર પકડી લાવ્યા હોવાની ચર્ચા છે.
ઢોર પાર્ટી પર હુમલો થતાં મહિલા અધિકારી બન્યા ઝાંસીની રાની
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં વટવામાં રસ્તાઓ પર રખડતા પશુઓને લઈને એએમસીના અધિકારી ડંડાથી સજ્જ પશુ માલિકો સાથે ઉગ્ર દલીલો કરતા જોવા મળે છે. આ ઘટના બે દિવસ પહેલા બની હતી અને ત્યારથી તે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. વીડિયોમાં તે ગુસ્સે અવતારમાં દંડા સાથે પોલીસ અધિકારીઓ સાથે જોડાતી અને આસપાસની મહિલાઓને તેમના ઘરની અંદર જવા માટે આદેશ કરતી જોવા મળે છે.