RBI દ્વારા એક નવી પોલિસી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હવેથી સરકાર દ્વારા 2000 રૂપિયાની નવી નોટ નહીં છપાય,એની સાથે નવી અપડેટ મુજબ 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકાશે. આરબીઆઇ દ્વારા ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નોટને બંધ કરવામાં આવી છે,
શું આ નોટબંધી છે?
આરબીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2000 ની નોટ લીગલ ટેન્ડર રહેશે પરંતુ 30 સપ્ટેમ્બર સુધી આ નોટને બેંકમાં જમા કરવવાની રહેશે . હાલ રોજિંદા વ્યહવારમાં 2000 ની નોટ સ્વીકારી શકાશે.
– માત્ર 20,000 રૂપિયા સુધી એક સમયે નોટ બદલી શકાશે
-કોઈપણ બેન્કની બ્રાંચમાં નોટ બદલી શકાશે
-2000 ની નોટ ખાતામાં જમા કરવી શકાશે અથવા બદલી શકાશે
-આરબીઆઇની 19 બ્રાન્ચ ઉપર પણ 20 હજાર સુધી નોટ બદલી શકાશે
-બેન્ક હવેથી 2000ની નોટ કસ્ટમરને નહીં આપે
-30 સપ્ટેમ્બર સુધી નોટ બેંકમાં જમા કરાવવાની રહેશે અથવા બદલાવવાની રહેશે