નવું પોલીસ ભરતી કૌભાંડ : યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા ગંભીર આરોપો
પોલીસ ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે. વિગતો મુજબ માર્ચ 2021ની પીએસઆઈ ભરતીમાં કૌભાંડ આક્ષેપ થયા છે. નોંધનીય છે કે, આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના સનસનીખેજ આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતમાં PSI-ASI ભરતી પ્રક્રિયામાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે, એક વ્યક્તિ કે જેનો PSI-ASI ભરતીના રિઝલ્ટમાં કે મુખ્ય પરીક્ષામાં કોઈ ઉલ્લેખ નથી તે હાલ કરાઇ પોલીસ એકેડેમી ખાતે ટ્રેનીગ લઈ રહ્યા છે. આ કઈ રીતે થઈ શકે? આની પાછળ અંદરના જ કોઈ અધિકારીની મિલીભગત હોય તો જ આવું થઈ શકે તેવા ગંભીર આક્ષેપ કર્યા છે.
જે વ્યક્તિનું રીઝલ્ટમાં નામ નથી એ કઈ રીતે ટ્રેનીંગ લઈ રહ્યો છે?
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના આક્ષેપ યુવરાજસિંહે કર્યો છે. તેમને કહ્યું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે ?
2014 પછી, યુવરાજ સિંહ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તમામ ભરતીઓ ચોકસાઈ માટે ચકાસવામાં આવે, જેથી ભૂતકાળની જેમ વધુ કૌભાંડો ન થાય. દરેક વ્યક્તિને જીવનમાં શ્રેષ્ઠ તક મળે તેની ખાતરી કરવા માટે આમ કરવું મહત્વપૂર્ણ છે.