મોરબી પુલ દુર્ઘટના ના મુખ્ય આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂરા થતા ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેને જેલ ભેગો કર્યો છે.
મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં પોલીસે વધારે રિમાન્ડની માંગ ન કરી અને સાત દિવસના રિમાન્ડ દરમિયાન જે પણ માહિતી આવી તેના વિશે હજુ સુધી પોલીસ દ્વારા કઈ પણ માહિતી આપવામાં આવી નથી. સૌથી અગત્યની વાત છે કે પોલીસ દ્વારા શરૂઆત એફઆઇઆર માં જયસુખ પટેલ નું નામ લખવામાં નહોતું આવ્યું. ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ મોરબી કોર્ટમાં જયસુખ પટેલ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેને લઈને મોરબી કોર્ટ દ્વારા 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલ એસ.કે વોરા દ્વારા જણાવવામાં આવ્યું કે જયસુખ પટેલને આંસુ આપના લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
શું છે આખો મામલો?
મોરબી શહેરમાં આવેલ ઝુલતાપુલનું મેન્ટેનન્સ અને સમારકામ ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેની માલિકી જયસુખ પટેલ ધરાવે છે. જયસુખ પટેલ દ્વારા આ પુલના સમારકામ પછી એને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી અને તંત્રની બેદરકારી તેમજ આડેધડ ટિકિટોના વેચાણને કારણે તારીખ 30 ઓક્ટોબર 2022 ના રોજ પુલ તૂટી પડ્યો હતો જેમાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો હતો પરંતુ તત્કાલીન સમયે માત્ર સ્થળ પર હાજર મજૂર વર્ગ અને નીચલા સ્તરના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે છેલ્લે મોટા માથા ઉપર કાર્યવાહીની શરૂઆત થઈ રહી છે.
પરંતુ જોવાનું એ રહેશે કે શું ખરેખર આ કાર્યવાહી એના અંજામ સુધી પહોંચશે ખરી?