નામ – રિઝવાનભાઈ, ડિપાર્ટમેંટ – ઈન્ડિયા પોસ્ટ, શહેર/ગામ – અમદાવાદ
રિઝવાનભાઈ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ બાપુનગર IE પોસ્ટ ઓફિસમાં કામ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.મોટેભાગે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જાઓ ત્યારે ત્યાં બેઠેલ કર્મચારીઓ ધીમે ધીમે અને નિરુત્સાહી થઈને કામ કરતાં હોય છે પણ રિઝવાનભાઈ અલગ છે એમને તો મજા આવે છે ઝડપથી અને બધાનું કામ કરવાની.
પોસ્ટ ઓફિસમાં મોટા ભાગના કર્મચારીઓને બેંકને લગતા કામકાજમાં રહેવું હોય અને પાર્સલ બુકિંગ કોઈને ગમતું નથી પણ રિઝવાનભાઈ અલગ માણસ છે એમને તો ભ્રષ્ટાચાર થતો હોય એ ખુરશી નથી જોઈતી.રીઝવાનભાઇ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને ખૂબ મહેનત કરી આ મુકામ મેળવ્યું છે માટે હમેશા કહેતા હોય કે અમને સરકાર કામ કરવા માટે પગાર આપે છે તો પછી પૂરા દિલથી કામ કરીયે.
એમણે એક વાત ખૂબ સરસ કરી હતી કે “હું મારૂ કામ પૂરી નિષ્ઠાથી કરું છું એજ મારી નમાજ છે”
હમેશા હસતાં જોવા મળતા રીઝવાન ભાઈ બાપુનગર IE પોસ્ટ ઓફિસમાં કામ કરે છે માટે જ્યારે પણ ત્યાં જવાનું થાય તો એમને એમની કર્તવ્યનિષ્ઠા માટે થેંક્યું કહેવાનું ચુકતા નહીં.
આ બધુ કરીને રીઝવાનભાઈ કોઈ સ્પેશિયલ કામ નથી કરી રહ્યા એતો બસ એમને જે મહેનતાણું મળે છે એના બદલ કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે અને માટે સારું કરવા બદલ સરાહના કરવામાં શું ખોટું છે