વિશ્વની સૌથી વધુ વસ્તી ભારતમાં, ચીનને પછાડી ભારત બન્યો નંબર વન
તાજેતરમાં જાહેર થયેલ UN ના રિપોર્ટ મુજબ ભારતમાં ચીન કરતાં વધારે વસ્તી થઈ ચૂકી છે.યુનાઈટેડ નેશન્સના જાહેર થયેલા રિપોર્ટ અનુસાર ભારતમાં વસ્તી 142.86 કરોડ છે. જ્યારે ચીનમાં હાલ વસ્તી 142.57 કરોડ છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન્સ ફંડ (UNFPA) અંતર્ગત આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.

યુએન નો અહેવાલ એક વર્ષમાં 1.56 ટકા વસ્તી વધારો
UNFPAની ધી સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2023 શીર્ષક હેઠળના રિપોર્ટ અનુસાર ભારતી વસતી 1.4286 બિલિયન છે. જોકે ચીનની. 1.4257 બિલિયન છે જે 2.9 મિલિયનનું અંતર ધરાવે છે. UNના અધિકારીઓએ કહ્યું કે ભારતની છેલ્લી વસતી ગણતરી 2011માં કરાઈ હતી અને 2021ની વસ્તી ગણતરી હજુ સુધી થઈ નથી.જણાવી દઈએ કે દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે.
આ વસ્તી વધારો ફાયદાકારક કે ભયજનક?
જાહેર થયેલ આંકડાનું માનીએ તો હાલ ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવે છે. વધતી જતી વસ્તી સાથે સામાજિક પરીથીતિઓ પણ વણસી રહી છે.ભારતમાં ગરીબી,નિરક્ષરતા અને આવી ઘણી બધી તકલીફોનો સામનો ભારત કરી રહ્યું છે.